મોડાસામાં રાત્રિએ વગર મંજૂરીએ ડી.જે.વગાડનાર સામે ગુનો નોંધાયો

0
91

[ad_1]

મોડાસા,તા.16

મોડાસાના બાયપાસ માર્ગે આવેલા એઈમ્સ હોસ્પિટલ બાજુમાં યોજાયેલા
એક લગ્ન પ્રસંગમાં રાત્રીના સમયે જોરશોરથી ડી.જે.વગાડી ધ્વની પ્રદૂષણ ફેલાવી રહેલા
ડી.જે.ના માલીક વિરૃધ્ધ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટાઉન
પોલીસે વગર મંજૂરીએ ડી.જે.વગાડવા બદલ ધ નોઈજ 
પોલ્યુશન ઈન્વાયરમેન્ટ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

મોડાસાના બાયપાસ માર્ગની એઈમ્સ હોસ્પિટલ નજીક યોજાયેલ એક લગ્ન
પ્રસંગમાં વગર મંજૂરીએ ડી.જે.વગાડી ધ્વની પ્રદૂષણ ફેલાવવામાં આવી રહયું હોવાની ફરીયાદ
ટાઉન પોલીસને ધ્યાને આવી હતી. રાત્રીના સમયે ડી.જે.સાઉન્ડમાં જોરશોરથી રાસ ગરબાના ગીતો
વગાડનાર ડી.જે.ના માલીક અંકીતભાઈ મહેશભાઈ ખાંટ રહે.ખલીકપુર નાઓ વિરૃધ્ધ પોલીસ દ્વારા
ગુનો નોંધી  કાર્યવાહી હાથ ધરાઈ હતી. ટાઉન પોલીસે
પ્રથમવાર ધ નોઈજ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કેન્ટ્રોલ રૃલ્સ-૨૦૦૦) ઈન્વાયરમેન્ટ (પ્રોટેકશન
એકટ)૧૮૯૬ની કલમ ૧૫ હેઠળ ગુનો નોંધતાં વગર મંજૂરીએ લાઉડ સ્પીકર વગાડતા
,પ્રસંગમાં જોરશોરથી
ડી.જે.વગાડી કે વગર કાર્યક્રમે મોટા અવાજે ડી.જે. વગાડતાં રોડ ઉપરથી પસાર થતાં તેમજ
દિલ્હી છાપ ઘોંઘાટીયા સાયલેન્સ લગાડી નગરના માર્ગો ઉપર પુરઝડપે બુલેટો હંકારતાં તત્વોમાં
ફફડાટ ફેલાયો છે.  

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here