ઉત્તર ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં ખાતર હોવાના તંત્રના દાવા વચ્ચે અછતની બૂમ

0
173

[ad_1]

મહેસાણા,
તા. 16

ઉત્તર ગુજરાતમાં ડીએપી ખાતરની માંગ વધારે હોવા છતાં તંત્રના
પુરતા આયોજનના અભાવે ખેડૂતોને ખાતર મેળવવા ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જો કે
,સાબરકાંઠા,અરવલ્લી, મહેસાણા અને પાટણ
જિલ્લામાં  તેની નહિવત અસર જોવા મળી રહી છે.
જ્યારે બનાસકાંઠામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો મળી રહે તે માટે ખેતીવાડી
વિભાગ દ્રારા તમામ પ્રકારના ખાતર નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા અઢી મહિનામાં
૪૭ હજાર મેટ્રિક ટન જેટલા ખાતરની આયાત કરી ખેડૂતો ને વિતરણ કરવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાતના ૨૭૦૦ જેટલા એગ્રો સેન્ટર, પિયત મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, તાલુકા જિલ્લા તથા
ખાતરનું વેચાણ કરવામાં આવે છે. જે પૈકી મહેસાણા જિલ્લામાં ૧૫૦૦ જેટલા ખાતર વિક્રેતાઓ
ખાતર વેચાણ કરી રહ્યા છે. જેમને ખેતીવાડી નિયામક તરફથી ફાળવણી કર્યા બાદ તેઓ ખેડૂતોને
વિતરણ કરતા હોય છે. જયારે તંત્ર દ્વારા ખાતરનો પુરતો જથ્થો હોવાનો દાવો કરવામાં આવી
રહ્યો છે.

જોકે મહેસાણા,
પાટણમાં એરંડા, ઘઉં, રાયડોનુ વાવેતર છેલ્લા
૧૫ દિવસથી ચાલી રહ્યું છે અને આગામી ૧૫  દિવસમાં
પુરું થઈ જશે. પરંતુ ખાતર બનાવતી કંપનીઓએ ૪૦૦ ટકા જેટલો ભાવવધારો કરતાં તેમજ કંપનીઓ
દ્વારા ખાતરની પુરતી ફાળવણી કરવામાં આવતી નથી. સબસીડીવાળું ખાતર મેળવવા ખેડૂતોને અમોને
રજીસ્ટ્રેશન કરાવી નાણાં ભર્યા હોય છે તેમ છતાં વાવણી ટાણે જ ખાતર ન મળતાં ખેડૂતોને
પડતા પર પાટુ વાગી રહ્યું છે.બનાસકાંઠામાં બટાટાની સિઝનમાં ડીએપી ખાતરની માંગ વધુ રહે
છે. બનાસકાંઠામાં ૬ હજાર મેટ્રિક ટન એમોનિયા સલ્ફેટ
,૯ હજાર મેટ્રિક ટન વિટ પેજ જીરો,જીએસફ, ઇફકો યુરિયા ખાતર
ની રેકો આવી હતી અને આ તમામ પ્રકાર ના ખાતરની હાલ તાલુકા મથક સહિતના સ્થળો પર વિતરણ
કરાઈ રહ્યું છે જોકે ટ્રેન મારફતે બે થી ત્રણ હજાર મેટ્રિક ટન ખાતર લાવવામાં આવે છે
જેમાં એક રેન્કમાં ૪૦ થી ૬૦ હજાર બોરી ની આવક થાય છે અને ખેડૂતો ને જરૂરિયાત મુજબ ખાતરનો
જથ્થો આપવામાં આવી રહ્યો હોવાનું ખેતીવાડી વિસ્તરણ અધિકારી બી.એન પટેલે જણાવ્યું હતું.

પ્રાંતિજ તાલુકામાં રાસાયણિક ખાતરની કૃત્રિમ તંગીથી હાલાકી

પ્રાંતિજ તાલુકામાં રવી પાકના વાવેતર ટાણે જ રાસાયણિક ખાતરની
કૃત્રિમ અછત ઉભી થઇ છે. જેને લઇ ખેડૂતો ખાતર મેળવવા માટે રઝળપાટ કરી રહ્યા છે જેથી
તાત્કાલિક ખાતર પુરૂ પાડવાની માંગણી  ખેડૂતોમાં
ઉભી થઇ છે.

પ્રાંતિજ તાલુકામાં રાયડો, ઘઉં,
જવ, બટાકા, સહિત શાકભાજીની રવિ
પાકમાં પાયાના ખાતર તરીકે ઉપયોગી ખાતર ડીએપી
,
પ્રોટાશ ના મળતા  ખેડૂતોને આમતેમ ભટકવાનો
વારો આવ્યો છે  સહકારી ગોડાઉન તથા સંધ તથા ખાનગી
દુકાનામાં પણ રવિ પાક માટે પ્રથમ જરૂરીયાત ડીએપી ખાતર ના મળતા ખેડુતોની હાલત કફોડી
બની છે એકબાજુ ખાતરમાં ભાવ વધારો અને બીજીબાજુ વાવણી સમયેજ ખાતરમાં અછત હોવાથી ખેડૂતોને
ઉચા ભાવે ખાતર લેવાનો વારો આવ્યો છે અને ઉચ્ચા ભાવ આપવા છતાંય બજાર મા ડીએપી તથા પ્રોટાશ
ખાતર બજારમાં મળતુ નથી.  જવાબદાર તંત્ર આ અંગે
ઝડપી કાર્યવાહી હાથ ધરવામા આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here