[ad_1]
સુરત, તા. 16 નવેમ્બર 2021 મંગળવાર
સુરતના કેટલાક વિસ્તારમાં આજે ગેસ પુરવઠો થોડા સમય માટે ઠપ્પ થતાં સુરતીઓ રઘવાયા બન્યા હતા. વહેલી સવારે જ ગેસ પુરવઠો ખોટકાતા લોકોએ ચા નાસ્તા માટે લારી-દુકાનો પર દોટ મુકી હતી. નોકરી ધંધે જવાનું હોવાથી લોકોએ પહેલા ચા નાસ્તો કરીને ઘરે આવ્યા હતા.
જોકે, થોડો સમય બાદ ગેસ પુરવઠો પુર્વવત થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘડિયાળના કાંટે જીવતા સુરતીઓ માટે આજે સવારે ગેસ પુરવઠાએ મુશ્કેલી ઉભી કરી હતી. વહેલી સવારે નોકરીએ જવાવાળા અનેક લોકોએ ટીફીન લીધા વિના જવું પડયું હતું. તો કેટલાક લોકોએ સવારનો ચા નાસ્તો કરવા માટે લારી કે દુકાનો તરફ દોટ મુકી હતી.
સુરત વિસ્તારમા ઘરેલુ ગેસનો સપ્લાય કરતી કંપનીમાં કેટલાટ ટેકનીકલ કારણોથી ગેસ પુરવઠો કેટલાક વિસ્તારમાં ઠપ્પ થયો હતો તે કેટલીક વિસ્તારમાં અત્યત ધીરો ગેસ આવયો હતો. સવારે ચા નાસ્તા અને ટિફિન બનાવવાના સમયે ગેસપુરવઠો ન હોવાથી નોકરિયાત લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી.
સવારે લોકો ઉઠ્યા અને ચા નાસ્તા માટે તૈયારી કરતાં હતા ત્યાં ગેસ પુરવઠો હતો નહી તેથી સમય સર ઓફિસ ધંધા પર જવા પહેલાં ચા નાસ્તો કરવા માટે લોકો ચા-નાસ્તાની લારી અને દુકાનો તરફ દોડયા હતા. બજારમાં ચા નાસ્તો કરીને લોકો ઘરે આવ્યા હતા અને ત્યાર બાદ ઓફિસ ગયાં હતા.
કેટલાક વિસ્તારમાં ગેસપુરવઠો ધીમો આવતો હતો તેમાં ધીમા ગેસે પણ ગૃહણીઓએ રસાઈ કરી હતી. આમ આજે કેટલાક વિસ્તારમાં થોડા સમય માટે ગેસપુરવઠો ખોટકાતા સુરતીઓએ દોડાદોડી કરી હતી. જોકે થોડા જ સમયમાં ગેસપુરવઠો પુર્વવત થતાં સુરતીઓને રાહત થઈ હતી.
[ad_2]
Source link