સુરતના વડોદના ગોકુલધામ આવાસ પાસેની જઘન્ય ઘટના: અઢી વર્ષની બાળાનું અપહરણ કરી દુષ્કર્મ બાદ હત્યા કેસમાં 7 દિવસમાં ચાર્જશીટ

0
425

[ad_1]

– હેવાનને આકરી સજા માટે દિવસ-રાત એક કરી 68 સાક્ષી, ગેટ એનાલિસીસ રિપોર્ટ કરાવ્યાઃ કાલે દસ્તાવેજી પુરાવા-સાક્ષીઓનું લિસ્ટ રજૂ કરાશે

– માસૂમ સાથે જધન્ય કૃત્ય આચરનાર નરપિશાચને આકરી સજા માટે પોલીસે રાત-દિવસ એક કર્યા, આવતી કાલે દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓનું લીસ્ટ રજૂ કરાશે

સુરત
વડોદ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની અઢી વર્ષની માસૂમ બાળાનું દિવાળીની રાતે અપહરણ કરી દુષ્કર્મ આચાર્યા બાદ હત્યા કરનાર હેવાન વિરૂધ્ધ પાંડેસરા પોલીસે માત્ર ગુજરાતના ઇતિહાસમાં રેકોર્ડબ્રેક માત્ર 7 દિવસમાં 246 પેજની ચાર્જશીટ રજૂ કરી છે. જયારે આવતી કાલે સરકાર પક્ષે દસ્તાવેજી પુરાવા અને સાક્ષી સંદર્ભેનું લીસ્ટ રજૂ કરવામાં આવશે.
વડોદ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની અઢી વર્ષની માસૂમ બાળાનું અપહરણ કરી પાંડેસરા જીઆઇડીસીની આર્મો ડાઇંગ મીલની પાછળ અવાવરૂ ઝાડીમાં લઇ જઇ દુષ્કર્મ આચરી હત્યા કરનાર ગુડ્ડુકુમાર મધેશ યાદવ (ઉ.વ. 35 રહે. ભગવતીનગર, ગોકુલધામ આવાસની સામે, વડોદ અને મૂળ ખૈરા મઠીયા, જિ. જહાંનાબાદ, બિહાર) ની 8 નવેમ્બરે ધરપકડ કરી હતી. પોલીસે ગુડ્ડના 3 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધર્યા બાદ માત્ર 7 દિવસમાં એટલે કે આજ રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું.

જાણકારોના મત મુજબ ગંભીર પ્રકારના ગુનામાં 7 દિવસમાં ચાર્જશીટનો પાંડેસરા પોલીસે રેકોર્ડ કર્યો છે. આ અંગે એસીપી જય પંડયા અને પીઆઇ એ.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે 246 પેજની ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી છે. જેમાં 68 સાક્ષીઓ, એફએસએલનો રીપોર્ટ, ઓળખ પંચનામા, ઘટનાનું રી-કન્સ્ટ્રક્શનનો રીપોર્ટ અને ગેઇટ એનાલિસીસ ટેસ્ટનો રીપોર્ટ પણ સામેલ કરવામાં આવ્યો છે. જયારે આવતી કાલે સરકાર પક્ષે દસ્તાવેજી પુરાવા અને સાક્ષી સંદર્ભેનું લીસ્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હોવાનું સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું.

અપહરણ-દુષ્કર્મ-હત્યા કેસમાં માત્ર 7 દિવસમાં ચાર્જશીટનો રેકોર્ડ સુરત પોલીસના નામે


સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની ચાર વર્ષની બાળા સાથે દુષ્કર્મ કરનાર હનુમાન ઉર્ફે અજય નિષાદ વિરૂધ્ધ પોલીસે 9 દિવસમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું અને ઝડપી ન્યાય માટે રાતે 12 વાગ્યા સુધી કોર્ટ કાર્યવાહી હાથ ધરી નરાધમને આજીવન કેદની સજા ફટકારી હતી. જયારે આજ રોજ ગાંધીનગરના સાતેજ ખાતેના દુષ્કર્મ-હત્યા કેસમાં પોલીસે માત્ર 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જો કે ગાંધીનગર પોલીસના રેકોર્ડ ગણતરીના કલાકોમાં જ તૂટી ગયો હતો અને સુરતના પાંડેસરા પોલીસે માત્ર 7 દિવસમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here