[ad_1]
ભુજ, સોમવાર
છેલ્લા બે વર્ષાથી કોરોના મહામારીના કારણે ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે. તો વેપારીઓના ધંધા-વ્યાપારને પણ અસર પહોંચી છે. જો કે હવે કોરોના કાબુમાં હોતા જનજીવન થાળે પડી રહ્યું છે ત્યારે ચારે બાજુ જીવન આવશ્યક વસ્તુઓના ભાવ વાધારામાં ઘરના બે છેડા ભેગા કરવા મૂશ્કેલ બનતા લોકો પોતાનું સોનું ગિરવે મૂકી લોન લઈને આૃથવા સારા સમયમાં ખરીદેલા સોનાને વેચી પોતાના ઘરના ખર્ચા સાથે સંતાનોના શિક્ષણ ખર્ચ ઉઠાવી રહ્યા છે.
આ બાબતે મધ્યમ વર્ગીય પરિવારોના કહેવા મુજબ મોંઘવારી કોરોના પહેલાંથી હતી પરંતુ જેમ તેમ કરીને મહિનો પસાર થઈ જતો હતો. પરંતુ કોરોનાના પ્રારંભિક તબક્કામાં તકેદારીરૃપે લોકડાઉન બાદમાં તબક્કાવાર અનલોકમાં પણ વેપાર-ધંધામાં પુરતી તેજી ન હોવાથી ઘરાકીના અભાવે લોન લઈને સમય પસાર કરતા હતા પરંતુ હવે મોંઘવારીએ કોઈ ક્ષેત્રને ન છોડતાં લોનનું વ્યાજ કઈ રીતે ભરવું એ પણ યક્ષ પ્રશ્ન છે. આવામાં સારા સમયમાં ખરીદાયેલું સોનું મજબુરીમાં વેચવું પડતું હોવાનું અમુક સોની વેપારીએ જણાવ્યુું હતું. તેઓના વધુમાં કહેવા મુજબ કોરોના પછી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ અસર વધુ જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો સૌથી વિશાળ જિલ્લો ગણાતા કચ્છમાં અંતરિયાળ વિસ્તારોમાં તો બેંકની પણ સવલતો નાથી જેાથી તેઓ પોતાનું સોનું વેચવા મજબુર બન્યા છે. જેાથી તેમને સરળતાથી નાણા મળી શકે અને પોતાની જીવન જરૃરીયાત પુરી કરી શકે. કચ્છ સહિત સમગ્ર દેશમાં કોરોનાની પ્રાથમ લહેર કરતા બીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ હતી જેની આિાર્થક ગતિવિિધઓ પર વ્યાપક અસર પડી હતી. વર્ષ ર૦ર૦ની સરખામણીમાં ર૦ર૧માં સોનું વેચનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વાધારો થયો છે. ગત વર્ષે આિાર્થક સંકળામણને પહોંચી વળવા લોકોએ લોન લીધી હતી પરંતુ બીજી લહેર આવતા આિાર્થક તંગીને દુર કરવા લોકો સોનું વેચવા તરફ આગળ વધ્યા છે. અને આ સિૃથતિ એવા સમયે આવી છે જ્યારે કોરોનાની ત્રીજી લહેરની શક્યતા જોવાઈ રહી છે.
[ad_2]
Source link