[ad_1]
અમદાવાદ
પીજી
ડેન્ટલમાં બેઠકો ખાલી રહેતા કેન્દ્ર સરકારે આ વર્ષે પણ નીટના કટઓફમાં મોટો ઘટાડો
કર્યો છે.પીજી નીટના કટઓફમાં દરેક કેટેગરીમાં ૨૩.૦૨૯ પર્સેન્ટાઈલનો ઘટાડો કરવામા
આવ્યો છે.કટઓફ ઘટડા ડેન્ટલ કાઉન્સિલે પ્રવેશ મુદત પણ વધારી છે અને જે ૨૦મી નવેમ્બર
સુધી કરી છે.
પીજી ડેન્ટલમાં ઓલ ઈન્ડિયા ક્વોટાની કેન્દ્ર
સરકારની પ્રવેશ પ્રક્રિયા અને દરેક રાજ્યોની
સ્ટેટ ક્વોટાની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ ઘણા રાજ્યોમાં પીજી
ડેન્ટલ એટલે કે એમડીએસની બેઠકો ખાલી રહી છે.આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં અલગ અલગ સમયે
સ્ટેટ ક્વોટાની પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઈ છે અને મોડી પુરી થઈ છે.ડેન્ટલ કાઉન્સિલે
પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની મુદત ૩૦ ઓક્ટોબર રાખી હતી પરંતુ ગુજરાત સહિતના ઘણા
રાજ્યોમાં મુદત બાદ પ્રવેશ ફાળવાયા હતા.ખાનગી કોલેજોએ કાઉન્સિલ સમક્ષ પ્રવેશ મુદત
વધારવા માંગ પણ કરી હતી.
રમિયાન
કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે ખાલી બેઠકો ભરાય તે માટે પીજી નીટના કટઓફમાં
મોટો ઘટાડો કર્યો છે.રેક કેટેગરી માટે ૨૩.૦૨૯ પર્સેન્ટાઈલનો ઘટાડો કરવામા આવ્યો
છે.જેને પગલે હવે ઓપન કેટેગરી માટે કટ ઓફ ૨૬.૯૭૧, એસસી-એસટી
અને ઓબીસી માટે ૧૬.૯૭૧ તથા પીડબલ્યુડી કેટેગરી માટે ૨૧.૯૭૧ પર્સેન્ટાઈલ રહ્યો
છે.કટઓફમાં આટલો મોટો ઘટાડો થતા નવા અનેક વિદ્યાર્થીઓ હવે પ્રવેશ માટે લાયક
ઠરશે.કેન્દ્ર સરકારે કટઓફ ઘટાડતા ડેન્ટલ કાઉન્સિલે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની
અને ખાલી બેઠકો પર પ્રવેશ આપવાની મુત વધારી ૨૦ નવેમ્બર સુધી કરી ીધી છે.મહત્વનું છે કે બેઠકો ખાલી રહેતા કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા
ત્રણ-ચાર વર્ષથી કટઓફમાં ઘટાડો કરવામા આવે છે.
[ad_2]
Source link