[ad_1]
મહેસાણા તા.14
શિયાળાની સિઝન શરૃ થઇ છે ત્યારે શરદી, ખાંસી, તાવ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરીયાના કેસો
દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ મહેસાણામાંથી જાણે કોરોના જતો
રહ્યો હતો તેમ લોકો બિન્દાસ પણે માસ્ક કે સામાજિક અંતર રાખ્યા વીના ફરી રહ્યા છે.
મહેસાણા શહેરમાં સરકાની માર્ગદશિકાનું પાલન કરાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં
આસ્થિતી ગંભીર પરિણામો સર્જી શકે છે.
મહેસાણા શહેર સહિત જિલ્લામાં દિવાળીના તહેવાર અને હવે લગ્ન
સરાની સિઝન શરૃ થઈ છે. જેમાં બજારોમાં ખરીદી માટે લોકો સરકારની ગાઇડ લાઇનનું સરે
આમ ઉલ્લંઘન કરી બિન્દાસથી ટહેલતા જોવા મળી રહ્યા છે. તેમજ સરકારી તંત્ર પણ આંખ આડા
કાન કરી રહ્યું છે. કોરોના મહામારીના કપરા કાળના એ દિવસો ક્યારેય ભુલાય તેમ નથી. જેથી
સંભવિત ત્રીજી લહેરમાં લોકો સુરક્ષિત રહે તે માટે સરકારી ગાઇડલાઇન, સોશીયલ ડીસ્ટન્સ, માસ્ક તથા
સેનેટાઇઝરનો જરૃર ઉપયોગ કરવામાં આવે તો સંભવિત કોરોનાની ત્રીજી લહેરમાંથી મહદઅંશે
છુટકારો મળી શકે.પરંતુ મહેસાણા શહેરમાં તંત્ર દ્વારા સરકારની ગાઇડલાઇનનું પાલન
કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં લોકોએ ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું
પડશે. શહેરમાં હાલ કોરોનાના બે એક્ટિવ કેસ છે.
હાલમાં ૨૨૯૨૩૯ લોકોના સેમ્પલ લેવાયા છે. જેમાં ૨૨૭૧૧૦નો રીપોર્ટ નેગેટીવ
આવેલ છે. જ્યારે ૨૦૮૭નું રીઝલ્ટ પેન્ડીંગ છે.
[ad_2]
Source link