રણોત્સવના પગલે બન્નીના માવા ઉદ્યોગમાં તેજી : માલધારીઓમાં ખુશી

0
173

[ad_1]

ભુજ, રવિવાર 

કોરોના મહામારીના કારણે ગત વર્ષે સફેદરણ તાથા રણોત્સવ માણવા આવનારા ટુરીસ્ટોની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે બન્નીના માવાઉદ્યોગને માઠી અસર થઈ હતી જો કે, આ વર્ષે કચ્છના તમામ ટુરીસ્ટો સૃથાન ખુલ્લી ગયા ઉપરાંત પ્રતિબંધો દુર થઈ જતાં આ વર્ષે કચ્છમાં વેકેશન કરવા તાથા સફેદરણની મજા માણવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે ત્યારે બન્નીના માવાઉદ્યોગમાં પણ તેજી જોવા મળી છે.

સફેદ રણ જોવા આવતા પ્રવાસીઓ ભીંરડીયારા સહિતના સૃથાનો પર  કચ્છના મીઠા માવાની ખરીદી અચુક કરતા હોય છે. રણોત્સવ બાદ માલાધારીઓ માટે માવાના વેંચાણનું નવું ક્ષેત્ર ખુલ્યું છે ત્યારે આ વખતે હજારો પ્રવાસીઓ આવતા હોવાથી  રોજ ૫૦૦ થી ૭૦૦ કિલો માવો વહેંચાઈ રહ્યો છે. દિવાળીના તહેવાર સમયે હજારો લોકોએ સફેદરણની મુલાકાત લીધી ત્યારે  ભીંરડીયારા, હોડકો સહિતના રણોત્સવ તરફના રસ્તે આવતા ગામ તાથા રસ્તા પર સ્ટોલ મુકીને માવાનો વેપાર કરનારા માલાધારીઓને તડાકો પડી ગયો હતો. હજુ ફેબુ્રઆરી સુાધી રણોત્સવ ચાલનારો છે ત્યારે માલાધારીઓ છેલ્લા દોઢ વર્ષાથી ભોગવતા નુકસાનમાંથી બહાર આવી જશે તેવો આશાવાદ છે.  સાડા ત્રણ માસ ચાલનારા ઉત્સવમાં અંદાજે  દોઢ કરોડનો વેપાર થઈ જતો હોય છે. એક માલાધારી ઓછામાં ઓછો ૨૦ કિલોથી વધુ માવો વહેંચી લેતો હોય છે. જેનો ભાવ રૃ.૧૮૦ થી ૨૦૦ સુાધીનો સામાન્ય રીતે રહેતો હોય છે ત્યારે આ વષેે પશુપાલકો ચાતક નજરે પ્રવાસીઓની રાહ જોઈને બેઠા છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here