[ad_1]
– સૈયદપુરાના રીક્ષા ચાલક સહિત તમામને ગીરોખત, સાટાખત અને કબજા રસીદ લખી આપી પણ કબજો કોઇને સોંપ્યો નહીં
સુરત
ઉનના શબનમ નગર સોસાયટીનું મકાન 12 જેટલી વ્યક્તિઓને વેચાણ, ગીરોખત, સાટાખત તથા કબ્જા રસીદથી લખી આપી કુલ રૂ. 27.80 લાખ પડાવી લઇ વિશ્વાસઘાત કરનાર માતા-પુત્ર વિરૂધ્ધ સચિન જીઆઇડીસી પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
ઉધના-સચિન રોડ સ્થિત ઉન ગામના શબનમ નગર સોસાયટીમાં પ્લોટ નં. 99માં રહેતી અજમેરીખાતુન અબ્દુલ સત્તાર અંસારી અને તેના પુત્ર અખતર ઉર્ફે ચુન્નુ અબ્દુલ સત્તાર અંસારી (બંને મૂળ રહે. 59, બોન્ગા, બરીયાતું, ઝારખંડ) નું પૂર્વ દિશાનું મકાન ગત જુલાઇ મહિનામાં ખરીદવાનો સોદો રીક્ષા ચાલક યુનુસ કાસમ શેખ (રહે. કાશ્મીરા ફ્લેટ, સૈયદપુરા માર્કેટની સામે) એ 13 લાખમાં કર્યો હતો. એડવાન્સ પેટે 2 લાખ અને બીજા 3 લાખ ચુકવી દેતા સાટાખત કરી આપી ઇદના દિવસે મકાનનો કબ્જો આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ કબ્જો આપ્યો ન હતો અને આ અરસામાં યુનુસ અને તેની પત્ની રાબીયાબાનુને જાણવા મળ્યું હતું કે અજમેરીખાતુન અને તેના પુત્ર અખ્તર ઉર્ફે ચુન્નુએ ઉપરોકત મંકાન રામભજન શ્રીનિવાસ, જમીલાબી ખાન, શમશેર શેખ, નાહેદા ખાતુન કુરેશી, મોહમંદ અસલમ સિદ્દીકી, હસીના શેખ, આલમગીર શેખ, રતિલાલ ચૌહાણ, સંજુદેવી યાદવ, શબીના મન્સુરી અને શેખ મોહમંદ વલી મોહમંદ શેખને મકાન વેચાણનો સાટાખત, ગીરોખત અને કબ્જા રસીદ લખી કુલ રૂ. 27.80 લાખ પડાવી લીધા હતા. જેને પગલે માતા-પુત્રની મીઠી વાતોમાં ફસાયેલા તમામે સચિન જીઆઇડીસી પોલીસમાં અરજી કરી હતી. જેની તપાસના અંતે પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
[ad_2]
Source link