સરથાણાનો હે.કો. પકડાયેલી બાઇક પરત આપવાના બદલામાં લાંચ લેતા ઝડપાયો

0
134

[ad_1]

– હે.કો. શક્તિદાન ગઢવીએ બુટલેગરને દારૂનો ખોટો કેસ કરવાની ધમકી પણ આપી રૂ. 10 હજાર માંગ્યા હતાઃ વચેટિયો વોન્ટેડ

સુરત
દારૂના કેસમાં ઝડપાયેલા યુવાનની બાઇક પરત આપવા અને દારૂનો ખોટો કેસ કરવાની ધમકી આપી લાંચ પેટે 10 હજાર રૂપિયાની માંગણી કરનાર સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલને એસીબીએ છટકું ગોઠવી 5 હજારની લાંચ લેતા લસકાણા પોલીસ ચોકી પાસેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જો કે લાંચ કેસમાં વચેટિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
સરથાણા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી બાઇક કબ્જે લીધી હતી. પોલીસના કબ્જામાંથી બાઇક છોડાવવા છોડાવવા બુટલેગરે તજવીજ હાથ ધરી હતી. જે અંતર્ગત રઘુ ગેલાણી નામના વચેટિયાએ સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના હે. કોન્સ્ટેબલ શક્તિદાન દાજીદાન ગઢવી સાથે બુટલેગરનો સંર્પક કરાવ્યો હતો. હે.કો શક્તિદાન દાજીદાન ગઢવીએ બુટલેગરને બાઇક પરત જોઇએ અને દારૂનો કેસ નહીં કરવો હોય તો લાંચ પેટે 10 હજાર રૂપિયા આપવા પડશે. જેથી બુટલેગરે લાંચ પેટે 5 હજાર રૂપિયા આપવાની તૈયારી બતાવી એસીબીનો સંર્પક કર્યો હતો.

એસીબીએ ગત રાત્રે સરથાણા પોલીસ સ્ટેશનના તાબા હેઠળની લસકાણા પોલીસ ચોકી નજીક લાંચનું છટકું ગોઠવ્યું હતું. હો. કો શક્તિદાન લાંચ પેટે 5 હજાર રૂપિયા લઇ ચોકીની બહાર ખુરશી પર બેઠો હતો અને એસીબીની ટીમે તેને ઝડપી પાડયો હતો. એસીબીએ રધુભાઇ ગલાણીને વોન્ટેડ જાહેર કરી લાંચ પેટે સ્વીકારેલા રોકડા 5 હજાર રૂપિયા કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લાંચમાં પકડાયેલા હે. કો. ની કારમાંથી દારૂની 8 બોટલ મળી


લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા હે. કો શક્તિદાન ગઢવી ફોર્ડ ઇકો સ્પોર્ટ કાર નં. જીજે-5 આરએમ-6969 લઇને આવ્યો હતો. કાર લસકાણા પોલીસ ચોકીની સામે પાર્ક હતી. જેથી એસીબીએ પોલીસ ચોકીના પીએસઆઇ એન.ડી. મીરની હાજરીમાં કારની તલાશી લેતા તેમાંથી વિદેશી બનાવટના દારૂની 6 નંગ બોટલ કિંમત રૂ. 3170 મળી આવી હતી. જેથી દારૂનો પણ કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કાર લિંબાયત વિસ્તારમાં રહેતા મિત્ર દિનેશ પાટીલની છે અને વતન માતાજીના દર્શન કરવા જવા શક્તિદાન બે દિવસ અગાઉ લઇ આવ્યો હતો. જેથી પોલીસે દિનેશની પણ પૂછપરછ હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here