મેટ્રો રેલ પ્રોજેકટ અંતર્ગત મેટ્રો દ્વારા સુપર સ્ટ્રકચરમાં પ્રથમ યુ ગર્ડરનું લોન્ચિંગ

0
315

[ad_1]

   

    અમદાવાદ,શનિવાર,13 નવેમ્બર,2021

અમદાવાદના મહત્વકાંક્ષી એવા મેટ્રો રેલ પ્રોજેકટ અંતર્ગત
ગુજરાત મેટ્રો રેલ દ્વારા સુપર સ્ટ્રકચરના પ્રથમ યુ ગર્ડરનું સફળતા પૂર્વક
લોન્ચિંગ કરવામાં આવ્યું છે.યુ ગર્ડર ૨૮ મીટર લંબાઈ અને ૧૬૦ મેટ્રીક ટન વજન ધરાવે
છે.જેને લોન્ચ કરવા હાઈડ્રોલીક ક્રેનની મદદ લેવામાં આવી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ,ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને અમદાવાદ મેટ્રો રેલ
પ્રોજેકટના મોટેરાથી મહાત્મા મંદિર ગાંધીનગર વચ્ચેના પિયર કપની ઉપરના સુપર
સ્ટ્રકચરમાં પ્રથમ યુ ગર્ડરનું લોન્ચિંગ કર્યુ છે.આ પ્રોજેકટનું ભૂમિપુજન વડા
પ્રધાને ૧૮ જાન્યુઆરી-૨૦૨૧ના રોજ કર્યુ હતું.કોવિડની બીજી લહેર અને ચોમાસાની મોસમ
છતાં સુપર સ્ટ્રકચરનું કામ ખુબ ઓછા સમયમાં શરુ કરવામાં આવ્યું છે.પ્રત્યેક યુ
ગર્ડર ૨૮ મીટર લંબાઈ અને ૧૬૦ મેટ્રીક ટન વજનનું છે અને ૫૦૦ મેટ્રીક ટન ક્ષમતાના બે
હાઈડ્રોલિક ક્રેનનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવ્યું હતું
.અમદાવાદ મેટ્રો
રેલ પ્રોજેકટ ફેઝ-ટુએ વાયડકટના કન્સ્ટ્રકશન માટે પ્રિકાસ્ટ પિયર કેપ અને યુ ગર્ડર
મેથોડોલોજી અપનાવી છે.જેનાથી મેટ્રો રેલ પ્રોજેકટ ઝડપથી પુરો કરવામાં મદદ મળશે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here