ગેરકાયદે બાંધકામ બદલ રૃા.7 લાખની માંગણીની સમાજસેવિકાનો ઓડિયો વાયરલ

0
119

[ad_1]


પૈસા
નહી મળતા મ્યુનિ. કમિશ્નરને ફરિયાદ કરી અને ઝોને દોઢથી બે ફુટનું પ્રોજેકશનનું
તાત્કાલિક ડિમોલીશન કરી દેવાયું

        સુરત,

સુરત
મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનના ઝાંપા બજારમાં પ્લાન વિરૃધ્ધ બાંધકામ કરનાર પાસે કહેવાતા
મહિલા સમાજ સેવકે રૃા.
7 લાખની  માગણી કરી હતી. બાંધકામ કરનારે
પૈસા નહીં આપતાં મહિલા સમાજ સેવકે મ્યુનિ. કમિશ્નરને ફરિયાદ કરતાં તાત્ત્કાલિક વધારાનું
બાંધકામ તોડી પડાયું હતું. ડિમોલીશન બાદ સમાજસેવક દ્વારા રૃા.
7 લાખની માંગણીની ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે.

સેન્ટ્રલ
ઝોનમાં ઝાંપા બજારમાં વોર્ડ નંબર
44960 સૈફી મહોલ્લા ટાવર રોડ પર એક વ્યક્તિએ પાલિકામાં
પ્લાન મુકીને પાંચ માળનું બાંધકામ મંજુર કરાવ્યું હતું. જોકે
, બાંધકામમાં જમીનથી ઉપર પ્રોજેક્શનનો દોઢથી બે ફુટનો ભાગ વધારાનો કવર કર્યો
હતો. જે બદલ આ વિસ્તારના કથિત મહિલા સમાજસેવકે મિલતદાર પાસે રૃા.
7 લાખની માંગ કરી હતી. પૈસા વધુ છે ઓછો કરો તેમ કહેવાતા સમાજસેવિકાએ આમા કંઇ
ચલાવી નહી લેવાય તેમ કહ્યું હતું.

જોકે, મિલકતદારે પૈસા નહી
આપતા સમાજસેવિકાએ મ્યુનિ. કમિશ્નરને ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરી હતી. તેમની
સૂચનાથી ઝોનના અધિકારીઓે મંજુર પ્લાન વિરુધ્ધનું પ્રોજેકશન હતું તેનું ડિમોલીશન
કરી દેવાયું હતું. આ કાર્યવાહી બાદ વિવાદ થયો છે. કારણ કે
સુરતમાં સંખ્યાબંધ બાંધકામોમાં
ગેરકાયદે બાંધકામો ઉપરાંત પ્લાન મુકયા વગર પણ બાંધકામો થઇ રહ્યા છે તેમાં મ્યુનિ.
તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરાતી નથી. જ્યારે દોઢથી બે ફુટ વધારાના બાંધકામનું
ડિમોલીશન કરવા આદેશ આપ્યો હતો.

ગેરકાયદે
બાંધકામ બદલ પૈસાની માંગણી નહી સંતોષાતા મ્યુનિ.ને ફરિયાદ બાદ ડિમોલીશન કરાયું છે.
આ અંગેની ક્લિપ વાયરલ થઇ છે. પ્રકરણમાં આરટીઆઇ એક્ટિવીસ્ટની મધ્યસ્થી
હોવાની ચર્ચા છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here