[ad_1]
વડોદરા, તા. 12 નવેમ્બર 2021 શુક્રવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રજૂ થયેલા એપીએસ અને પાણીની લાઈન નિભાવણી સહિતના કામોમાં ઇજનેરો અને ઇજારદારો વચ્ચેની સાઠ ગાંઠ સ્થાયી સમિતિના સભ્યોએ બહાર પાડી હતી. જે બાદ પાણી પુરવઠા અને ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેજ ડિપાર્ટમેન્ટના મેન્ટેનન્સ ના ધામોમાં ભાવ ઘટાડો કરી કોર્પોરેશનને ફાયદો કરી આપ્યો હતો.
પાણી પુરવઠા અને સુવેજ વિભાગના કામોમાં વિવાદ થયા બાદ કોન્ટ્રાક્ટરો એ ભરેલા ભાવ કરતાં પણ ઓછા ભાવ થી કામ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના વિવિધ ઝોન તથા વોર્ડ વિસ્તારમાં પાણી પુરવઠા વિતરણ માટે પાણીની લાઈનની નિભાવણીનો વાર્ષિક ઈજારો આપવા લાખો રૂપિયાના કામો ની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ કામો સ્થાયી સમિતિમાં અગાઉ રજૂ થયા હતા જેમાં વધુ ભાવ આવ્યા હતા જેથી કરી ટેન્ડર કરવામાં આવ્યા હતા તે કામો ફરી સ્થાયી સમિતિમાં રજુ થતા વિસ્તૃત ચર્ચા-વિચારણા દરમિયાન એવી ચોંકાવનારી માહિતી બહાર આવી હતી કે પાણીની લાઈન લીકેજ થઇ હોય ત્યાં એક જગ્યાએ ખાડો ખોદવામાં આવતો હોય અને તે જગ્યાએ ચાર સ્થળે લીકેજ જણાઈ આવ્યું હોય તો તેના રીપેરીંગ ના અલગ-અલગ ખાડા ખોદવામાં આવ્યા હોય તે પ્રમાણે નો ભાવ લેવામાં આવતો હતો.
પાણી પુરવઠા વિભાગના કામોમાં પણ અગાઉ જુના ભાવ પ્રમાણે રૂપિયા 300 હતો જ્યારે નવા ભાવ પ્રમાણે રૂપિયા 761 નવો ભાવ ખાડા ખોદવાનો મૂક્યો હતો જેથી કોર્પોરેશનને આર્થિક નુકસાન થાય તેમ હતું. આ બાબતને ધ્યાનમાં રાખી ખાઈ સમિતિએ વિવિધ વિસ્તારોમાં પાણી લિકેજના રજૂ થયેલા કામોમાં 45 ટકા ઓછા ભાવ થી તમામ કામો કરવામાં આવે તેવો નિર્ણય કર્યો હતો. એજ પ્રમાણે પંપીંગ સ્ટેશન ના મેન્ટેનન્સ માટેના 7 કામો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
સ્ટેન્ડિંગ કમિટીમાં 7 કામો રજૂ કર્યા હતા તે કામો ઉપરાંત 17 જેટલા પમ્પિંગ સ્ટેશનનો ના ટેન્ડર ખુલી ગયા હતા તેમ છતાં તે કામો પૈકી તરસાલી ઝોન હસ્તકના માંજલપુર એપીએસ ના કામ 6.5 ટકા ઓછા ભાવનું ટેન્ડર આવ્યું હોવા છતાં એ કામો રજૂ નહીં કરી 3%થી 3.88% ઓછા ભાવના સાત પંપીંગ સ્ટેશન ના કામો વહીવટી તંત્ર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જેથી વિવાદ સર્જાતા સ્થાયી સમિતિમાં વધારાના કામમાં તરસાલી ઝોન હસ્તકના માંજલપુર સ્ટેશનના મેન્ટેનન્સનું કામ ચડાવવામાં આવ્યું હતું અને તે આધારે 6.5 ટકા ઓછા ભાવ થી અન્ય પમ્પિંગ સ્ટેશનનો ના કામ મંજુર કર્યા હતા.
[ad_2]
Source link