સુરત: ઉધનામાં મોડી રાત્રે બે ગોડાઉન અને એક ગેરેજમાં ભીષણ આગથી નાસભાગ

0
172

[ad_1]

સુરત, તા. 12 નવેમ્બર 2021 શુક્રવાર

ઉધના ઉદ્યોગનગરમાં આવેલા એક ભંગારના તથા પ્લાસ્ટિક વેસ્ટ ગોડાઉન અને ફોર વ્હીલના ગેરેજમાં ગુરુવારે મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે સાત ફોર વ્હીલ વાહનો અને સરસામાને ભીષણ આગની ઝપેટમાં આવતાં સ્થળ ઉપરભારે અફડાતફડી મચી ગઈ હતી.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ઉધના રોડ નંબર 4 ખાતે આવેલ ઉધના ઉદ્યોગનગરમાં વિવિધ ગોડાઉન તથા ફોર વ્હીલના ગેરેજ સહિતની દુકાનો આવેલ છે. ગુરુવારે મોડી રાત્રે અચાનક કોઈ એક ગોડાઉનમાં આગ ભડકી ઉઠી હતી. જોતજોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બાજુમાં આવેલા પ્લાસ્ટિક વેસ્ટ ગોડાઉન અને ફોર વ્હીલના ગેરેજ પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. જેને લીધે આગે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું.

જેથી ઘટના સ્થળ પર લોકોમાં નાશભાગ અને અફડાતફડી મચી ગઈ હતી.

આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ત્યારે માન દરવાજા, મજુરા ગેટ, ડુંભાલ, ભેસ્તાન, નવસારી બજાર અને વેસું ફાયર સ્ટેશનની ગાડીઓ સાથે ફાયર કર્મીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ ઉપર કાબુ મેળવવા પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. તે સમયે આગને લીધે ગોડાઉનમાંથી કાચી અને પ્લાસ્ટિકની બોટલો વારાફરતી ફાટી રહી હતી. 

જોકે ફાયર જવાનોએ સતત પાંચ કલાક સુધી ભારે જહેમત ઉઠાવતા આગ ઉપર કાબુ મેળવવામાં આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે આગમાં 7 જેટલી ફોર વ્હીલ વાહનો તથા પ્લાસ્ટિક ચીજ વસ્તુઓ અને જુદી જુદી ભંગાર વસ્તુઓ હેલો સહિતનો સામાન બળી ગયા હતા. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં થવા પામી હતી જેથી તમામેં ત્યાં હાશકારો અનુભવ્યો હતો.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here