ઉત્તર ભારતીયોએ ધામધૂમપૂર્વક 'છઠ પર્વ' ની ઉજવણી કરી

0
312

[ad_1]

અમદાવાદ,તા.10 નવેમ્બર 2021, બુધવાર

પૂર્વ અમદાવાદમાં વસતા લાખો ઉત્તર ભારતીય પરિવારોએ આજે છઠ પર્વની ધામધૂમપૂર્વ,ભક્તિમય વાતાવરણમાં, અપાર શ્રદ્ધા વચ્ચે ઉજવણી કરી હતી. પરિવારની સુખ-સમુદ્ધી, સારા આરોગ્ય અને કલ્યાણ માટે સૂર્ય પૂજાનો આ વિશેષ તહેવાર છે. જેમાં ડૂબતા અને ઉગતા સૂર્યની પૂજા કરવામાં આવે છે. મહિલાઓ ૩૬ કલાક અન્ન-જળ વગર રહીને આ મુશ્કેલ વ્રત કરતી હોય છે. પૂર્વમાં આજે છઠ પૂજાને લઇને અનેરો ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

પૂર્વમાં વસ્ત્રાલ વિસ્તારમાં , રામોલ-સીટીએમમાં આવેલા સંતદેવ ટેર્નામેન્ટ ખાતે વિશાળ કુત્રિમમ કુંડ બનાવીને તેમાં પાણી ભરીને મહિલાઓએ છઠ પૂજા કરી હતી.નરોડા, નિકોલ, રામોલ, ઓઢવ, કઠવાડા, અમરાઇવાડી, ખોખરા, સીટીએમ, જશોદાનગર સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પરપ્રાતિયો રહે છે. આ તમામ વિસ્તારોમાં બુધવારે સાંજે છઠ પૂજા કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ પૂજા સામગ્રી સાથે આવી હતી.

સાબરમતી નદીના કિનારે ખાસ કરીને ઇન્દિરાબ્રિજ પાસે છઠ ઘાટ પાસે નદીના કિનારે આ પૂજા કરવામાં આવે છે પરંતુ ત્યાં ભીડ વધી જતી હોવાતી, ગંદુ પાણી, ટ્રાફિકની   અવ્યવસ્થા સર્જાતી હોવાથી હવે મોટાભાગના ઉત્તર ભારતીયો પોતાના વિસ્તારમાં જ સોસાયટી, ચાલી, ટેર્નામેન્ટ ,  ફ્લેટના કોમન પ્લોટમાં જ ખાડો ખોદીને કુત્રિમ કુંડ બનાવીને તેમાં પાણી ભરીને કુત્રિમ ઘાટ બનાવીને જ પૂજા કરે છે.

આમ મહિલાઓ ઘર આંગણે જ સૂર્ય પૂજા કરીને આ વ્રત કરતી હોય છે. ૩૬ કલાક અન્ન-જળ વગર રહીને આ વ્રત કરવામાં આવે છે. મહિલાઓએ બુધવારે સાંજે ડૂબતા સૂર્યને અર્ધ આપીને તેની પૂજા કરી હતી. હવે ગુરૃવારે સવારે ૪ વાગ્યાથી પાણીમાં ઉભા રહીને સૂર્ય ઉગે તેની રાહ જોવાશે. સૂર્ય ઉગતાની સાથે જ તેની પૂજા કરવામા ંઆવશે અને વ્રતની પૂર્ણાહુતી કરાશે. 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here