[ad_1]
અમદાવાદ,બુધવાર,10 નવેમ્બર,2021
અમદાવાદ પૂર્વના અમરાઈવાડી વિસ્તારમાં દવાઓનું પેકેજીંગ
કરતી ક્રીશ્ના લેબોરેટરીમાં બુધવારે બપોરે ભીષણ આગ લાગતા દુર-દુરના વિસ્તારો સુધી
આગના ધુમાડા જોવા મળ્યા હતા.ફાયર વિભાગના અધિકારીઓ અને જવાનોની સતર્કતા અને
સમયસૂચકતાના કારણે ૬૦થી વધુ લોકોનું સફળતાપૂર્વક રેસ્કયૂ કરી માત્ર ૪૫ મિનિટમાં જ
આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.હજુ મંગળવારે જ શરુ કરવામાં આવેલી આ
લેબોરેટરીમાં આગ લાગવા પાછળ મશીનરીમાં કોઈ ક્ષતિના કારણે આગ લાગી હોવાનું ફાયર
વિભાગનું પ્રાથમિક તારણ છે.આ લેબોરેટરીમાં ફાયર સેફટીના સાધનો કે ફાયર એન.ઓ.સી.ન
હોવાનું ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.આગ જયાં લાગી હતી એ લેબોરેટરીની
નજીકમાં જ પેપર મિલ આવેલી છે.જો સમયસૂચકતા વાપરવામાં આવી ના હોત તો મોટુ નુકસાન
થવાની સંભાવના હોવાનું ફાયર અધિકારી તરફથી જાણવા મળ્યુ છે. આગને કારણે
લેબોરેટરીમાં રાખવામાં આવેલા પેકેજીંગ મટીરીયલ અને મશીનરીને મોટા પ્રમાણમાં નુકસાન
થવા પામ્યુ હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. સદનસીબે કોઈને ઈજા કે જાનહાની થવા પામી
નથી.
આ અંગે ફાયર કંટ્રોલસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,બુધવારે બપોરે
૨.૪૫ના સુમારે અમરાઈવાડી વિસ્તારમાં આવેલી ક્રીશ્ના લેબોરેટરીમાં આગ લાગી હોવાનો
અંગાર કોલ મળતાની સાથે જ મીની ફાયર ફાઈટર,ત્રણ
વોટર ટેન્કર ઉપરાંત ત્રણ ગડરાજ સહિતના અન્ય વાહનો સાથે બે ડેપ્યુટી ફાયર ઓફિસર,બે સ્ટેશન ઓફિસર
સહિત ફાયરના જવાનો આગને કાબૂમાં લેવા સ્થળ ઉપર પહોંચી ગયા હતા.આ ઉપરાંત
જશોદાનગર ્અને શાહપુર ફાયર સ્ટેશન ખાતેથી
બે ગડરાજ પણ આગને કાબૂમાં લેવા ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા.
લેબોરેટરીમાં બનેલી આગની ઘટના અંગે ફાયર અધિકારી ઓમ
જાડેજાની મળેલી પ્રતિક્રીયા મુજબ,તમામ
ફેકટરીઓ ફેકટરી એકટ હેઠળ આવરી લેવામાં આવી હોવાથી ફાયર વિભાગ તરફથી
એન.ઓ.સી.આપવામાં આવતી નથી.દરમ્યાન આ ફેકટરીમાં આગ લાગી એ સમયે ફાયર સેફટીના સાધનો
નહોતા કે ફાયર એન.ઓ.સી.પણ નહોવાનું ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યુ
છે.દરમ્યાન દવાઓનું પેકેજીંગ કરતી આ લેબોરેટરીમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં
ફાયર વિભાગના સ્ટાફને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.કેમકે રસ્તા ખુબ સાંકડા
હતા.ઉપરાંત ધાબા ઉપર ફાયરના જવાનોએ પહોંચી જઈ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં
લેવાની ફરજ પડી હતી.
ફાયર અધિકારીના કહેવા પ્રમાણે,આગ લાગી એ સમયે
ઘટના સ્થળે ૬૦ લોકો હાજર હતા એ તમામને ફાયરના જવાનો દ્વારા સલામત રીતે બહાર
કાઢવામાં આવ્યા હતા.ઉપરાંત નજીકમાં આવેલા ઝૂંપડાઓમાંથી પણ વીસ જેટલા લોકોને બહાર
કાઢી આસપાસનો વિસ્તાર ખાલી કરાવવો પડયો હતો.ઓમ જાડેજાના કહેવા પ્રમાણે,નજીકમાં જ પેપર
મિલ આવેલી હોવાથી આગ આ પેપર મિલ સુધી ના પહોંચે એ બાબતની ખુબ તકેદારી રાખવી પડી
હતી.સદનસીબે આગને કારણે કોઈ ઈજા કે જાનહાની થવા પામી ના હોવાનું ફાયર વિભાગના
સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
ગુલબાઈટેકરા સમર્પણ ટાવરમાં સિલિન્ડર લીક થતા આગ
શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલા સમર્પણ ટાવરના બી
બ્લોકમાં બુધવારે એલ.પી.જી.સિલિન્ડર લીક થતા આગ લાગી હતી.જો કે ફાયર વિભાગની સમય
સૂચકતાના કારણે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી નથી.
આ અંગે મળતી માહિતી મુજબ, બુધવારે રાતે ૮.૩૦ના સુમારે સમર્પણ ટાવરના બી બ્લોકમાં
આવેલા સર્વન્ટ કવાટર્સમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. નવરંગપુરા સ્ટેશન
ઓફિસર પંકજ રાવલે ઘટના સ્થળે પહોંચી જઈ આગને કાબૂમાં લીધી હતી.
[ad_2]
Source link