[ad_1]
– પ્રથમ બે દિવસ દરમિયાન બાજરીની કોઇ ખરીદી થઇ નથી
– ડાંગર માટે 4346 ખેડૂતોનું અને બાજરી માટે ૯૫૪ ખેડૂતોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન
વલ્લભવિદ્યાનગર : આણંદ જિલ્લામાં ડાંગર તથા બાજરીનું ટેકાના ભાવે વેચાણ માટે છેલ્લાં કેટલાક સમયથી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઇટ ઉપર ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જોકે લાભપાંચમથી ખરીદી શરૂ થતાં ડાંગરની ૧૧૧૬ ક્વિન્ટલ ખરીદી કરવામા આવી છે. જયારે પ્રથમ બે દિવસમાં બાજરીની ખરીદી શુન્ય ટકા રહેવા પામી છે.
જિલ્લામાં ખેતીકાર્યો સાથે સંકળાયેલા ખેડૂતોને સમાયંતરે પ્રતિકૂળ હવામાન, વરસાદની અછત, નબળુ ચોમાસુ કે ચોમાસામાં વિલંબ, અતિવૃષ્ટિ, વાવાઝોડુ, નિયત સમયે ખાતર-બિયારણ, જંતુનાશક દવાઓની તંગીને લઇને તેઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલાક કિસ્સામાં વિપરીત પરિબળોને લઇને ખેડૂતોએ ઉત્પાદિત કરેલા ખેતીપાકનુ પુરૂ વળતર મળતુ નથી. તદુપરાંત અમુક સિઝનમાં ખેતીકાર્યો પાછળ કરેલા ખર્ચ પણ વ્યર્થ નીવડે છે. ત્યારે તંત્ર દ્વારા ડાંગર તેમજ બાજરીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે દિવાળી અગાઉ ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમા આણંદ જિલ્લામાં ડાંગર માટે ૪૩૪૬ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જયારે બાજરી માટે અત્યાર સુધીમાં ૯૫૪ ધરતીપુત્રોએ નોૅધણી કરાવી છે. જેમાં ડાંગર માટે સૌથી વધુ ખંભાત તાલુકામાં ૧૬૭૨ જયારે સૌથી ઓછુ આંકલાવ તાલુકામાં માત્ર ૭૫ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. બાજરી માટે સૌથી વધુ ખંભાત તાલુકામાં ૫૩૮ જયારે સૌથી ઓછુ આઁકલાવ તાલુકામાં માત્ર ૦૭ ધરતીપુત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. એપીએમસી દ્વારા લાભ પાંચમથી ખરીદી શરૂ થતાં ડાંગરની ૧૧૧૬ ક્વિન્ટલ ખરીદી થઇ છે. જોકે ખેડૂતોએ લણણી કરેલ બાજરીમાં હાલમાં ભેજ હોઇ ખરીદી શરૂ થઇ નથી. બાજરી પૂર્ણપણે સુકાઇ જતાં માર્કેટયાર્ડોમા તેની ખરીદી શરૂ થશે.તેમ કચેરીના ફરજ પરના કર્મચારીએ જણાવ્યુ છે.
જિલ્લામાં ખેડૂતોનું રજિસ્ટ્રેશન
તાલુકો |
ડાંગર |
બાજરી |
આંકલાવ |
૭૫ |
૦૭ |
આણંદ |
૧૩૦ |
૨૭ |
ઉમરેઠ |
૫૬૮ |
૬૩ |
ખંભાત |
૧૬૭૨ |
૫૩૮ |
તારાપુર |
૮૭૬ |
૪૬ર |
પેટલાદ |
૩૧૭ |
૨૨૯ |
બોરસદ |
૪૪૧ |
૨૦ |
સોજીત્રા |
૨૬૭ |
૨૪ |
કુલ |
4346 |
954 |
[ad_2]
Source link