[ad_1]
વડોદરા, તા. 10 નવેમ્બર 2021 બુધવાર
વડોદરાના ચોખંડી વિસ્તારમાં આજે પરોઢીયે પાર્ક કરેલા ટુ વ્હીલરો આગમાં લપેટાતા સ્થાનિક રહીશો જાગી ગયા હતા. ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધી હતી.
નાની શાક માર્કેટ વિસ્તારમાં દાલિયાવાડી નજીક આવેલા એક કોમ્પ્લેક્ષની બહાર પાર્ક કરેલા વાહનોમાં આગ લાગવા પાછળ નું કારણ કોઈનું અટકચાળું હોવાનું મનાય છે.
આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ આગ લાગવાથી ચાર મોટરસાયકલ અને બે સ્કૂટર ને ભારે નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ આગ કાબુમાં લઈ વધુ નુકસાન અટકાવ્યું હતું.
બનાવને પગલે વાડી પોલીસ પણ આવી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આ વિસ્તારમાં કેટલીકવાર અસામાજિક તત્વો દ્વારા પથ્થરો ફેંકવામાં આવતા હોવાની વિગતો ચર્ચામાં રહી છે. જેથી પોલીસે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.
[ad_2]
Source link