મહેસાણા એસ.ટી.વિભાગને દિવાળી ફળી, અધ..ધ..40.59 લાખની ધીંગી આવક

0
226

[ad_1]

મહેસાણા, તા.9

દિવાળીના તહેવારોમાં મહેસાણા સહિત રાજ્યભરના શહેરો-સ્થળોએ રહેતાં લોકો પોતાના વતન પરિવાર સાથે જતાં હોય છે. દિવાળીના વેકેશનમાં મહેસાણા એસ.ટી.વિભાગ દ્વારા કુલ ૫૯૮ એકસ્ટ્રા બસ-ટ્રીપ દોડાવીને ૩૫,૬૨૨ મુસાફરોનું પરિવહન કરવામાં આવ્યું હતુ. દિવાળીના તહેવારોમાં વધારાની બસોનું સંચાલન કરવામાં આવતાં ડિવિઝનને કુલ રૃ.૪૦.૫૯ લાખની આવક નોંધાઈ હતી.

મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં નોકરી-ધંધાના કામે સેંકડો લોકો અન્ય જિલ્લાઓમાંથી આવીને વસે છે.  ખાસ કરીને દાહોદ, ગોધરા, સંતરામપુર, બારિયા, રતનપુર બોર્ડર, અમદાવાદ, સુરત,  વગેરે તરફના શ્રમજીવી પરિવારના લોકોને દિવાળીના તહેવારોમાં પોતાના વતન પહોંચાડવાના ભાગ રૃપે મહેસાણા એસ.ટી.વિભાગ દ્વારા દિવાળી પર્વમાં ૧૦ દિવસ સુધી વધારાની બસો દોડાવવામાં આવી હતી. જેમાં તા.૩૦/૧૦/૨૦૨૧ થી ૮/૧૧/૨૦૨૧ દરમિયાનમાં એસ.ટી.ના ૧૨ ડેપો દ્વારા કુલ ૫૯૮ એક્સ્ટ્રા બસ ટ્રીપોનું સંચાલન કરીને કુલ ૩૫૬૨૨ મુસાફરોનું એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન કરવામાં આવ્યું હતુ. મહેસાણા એસ.ટી.વિભાગની બસ ટ્રીપોના પૈડાં ૧,૬૬,૧૨૭ કિલોમીટરના રસ્તાઓને ખુંદીવળ્યાં હતા. વિભાગના બેચરાજી, ચાણસ્મા, હારીજ, કડી, કલોલ, ખેરાલું, મહેસાણા, પાટણ, ઉંઝા, વડનગર, વિજાપુર, વિસનગર ડેપો દ્વારા મનસ્વીપણે કેટલાંક ગ્રામ્ય રૃટોને કાપી નાખવામાં આવતાં ગામડાના લોકોની હાલત કફોડી થઈ હતી. હજારો મુસાફરો હાલાકીમાં મુકાઈ ગયા હતા. જ્યારે ખાનગી વાહનચાલકોએ બસ ભાડાં કરતાં વધારે રકમ પડાવી લઈને લીટરલી ઉઘાડી લૂંટ ચલાવી હોવાની ફરિયાદો જન્મી હતી. ઉલ્લેખનીય છે કે, મહેસાણા ડિવિઝનમાં સૌથી વધુ આવક કલોલ ડેપોની રૃ.૬,૭૧,૫૫૬ તથા વિજાપુર ડેપોની રૃ.૬૮,૧૧૨ સૌથી ઓછી આવક નોંધાવા પામી  છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here