તલોદ માર્કેટયાર્ડમાં લાભપાંચમે 6411 બોરી જણસોની આવક

0
111

[ad_1]

તલોદ,તા.9

 વિક્રમ સંવત  ૨૦૭૮ ના વેપાર ધંધાની શરૂઆત આજે લાભપાંચમના દિવસથી
તલોદ માર્કેટ યાર્ડમાં થતાં ખેત પેદાશોની આજે ધૂમ આવક થઇ હતી.માલ ભરેલા વાહનો
,ખેડૂતો,વેપારીઓ,માર્કેટ સ્ટાફ અને
શ્રમજીવીઓથી માર્કેટનું વિશાળ મેદાન કીડિયારાની માફક ઉભરાતું જોવા મળ્યું હતું  આજે લાભપાંચમના દિવસે કુલ ૬૪૧૧ બોરી માલની આવક થવા
પામી હતી.

માર્કેટયાર્ડ ના સેક્રેટરી વિમલકુમાર ભટ્ટના જણાવ્યા મુજબ આજે
તલોદ માર્કેટયાર્ડમાં વેચાણ માટે આવેલા ખેતપેદાશોમાં સૌથી વધુ આવક ડાંગર-જયાની અને
સૌથી ઓછી આવક એરંડાની થવા પામી હતી.

દિવાળીના મિની વેકેશન બાદ આજે માર્કેટયાર્ડના વેપાર ધંધા ઉઘડતા
સારા ભાવ સાથે સારા વેપાર થયા હતા. ૩૩૯૧ બોરી ડાંગર
,૨૩૧૬ બોરી મગફળી,૩૨૭ બોરી
ઘઉં
,૧૪૩ બોરી
બાજરી
,૮૬ બોરી અડદ,૧૩ બોરી એરંડા અને
૧૧૨ મણ કપાસ સહિતના વિવિધ માલની આવક થવા પામી હતી.માર્કેટ સમિતિના ચેરમેન કલ્પેશ પટેલ
અને વાઈસ ચેરમેન અભય શાહની ટીમ ખેડૂતો અને વેપારીઓ ને ન્યાય મળે તે માટે સતત મોનીટરીંગ
કરી રહી છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here