નિકોલમાં મોટા હોર્ડીંગ્સ મુકી સરદાર પટેલની પ્રતિમાને ઢાંકી દેવાતા રહીશોમાં રોષ

0
127

[ad_1]


અમદાવાદ,મંગળવાર,9 નવેમ્બર,2021

સરદાર વલ્લભભાઈ પટેલના નામની વારંવાર દુહાઈ દેતા રાજકારણીઓ માટે
શરમજનક બાબત કહી શકાય એવો એક કિસ્સો પૂર્વ અમદાવાદના નિકોલ વોર્ડમાં સપાટી ઉપર આવવા
પામતા સ્થાનિક રહીશોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગની
બેદરકારી સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.આ અંગે મળતી માહિતી મુજબ
,નિકોલ વોર્ડમાં આવેલા
જીવનવાડી પાસે દેશના પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરૃષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા
મુકવામાં આવી છે.આ પ્રતિમાની આસપાસ મોટા હોર્ડીંગ્સ મુકી દેવામાં આવતા પ્રતિમા હોર્ડીંગ્સના
કારણે ઢંકાઈ ગઈ છે.બહારથી આવતા અજાણ્યા લોકોને તો ખબર પણ ના પડે કે
,આ સ્થળે સરદાર  વલ્લભભાઈ પટેલની પ્રતિમાં મુકવામાં આવી છે.આ કારણથી
સ્થાનિક રહીશોમાં સ્થાનિક કોર્પોરેટરો ઉપરાંત પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગની ઘોર બેદરકારીને
લઈ આક્રોશ જોવા મળી રહ્યો છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here