ગુજરાતમાં કોરોનાના ૭૦% એક્ટિવ કેસ માત્ર ચાર જિલ્લામાં

0
133

[ad_1]

અમદાવાદ,મંગળવાર

ગુજરાતમાં છેલ્લા
૨૪ કલાકમાં કોરોનાના ૨૦ નવા કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ નવમાં દિવસે કોરોનાથી એકપણ
મૃત્યુ નોંધાયું નથી. મંગળવારે વધુ ૪.૮૬ લાખને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.

છેલ્લા ૨૪ કલાક
દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ ૪, વડોદરા-વલસાડમાંથી ૩, રાજકોટ-જુનાગઢમાંથી ૨, સુરત-ગાંધીનગર-કચ્છ-નવસારી-સાબરકાંઠા-સુરેન્દ્રનગરમાંથી
૧-૧ નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૬,૮૭૪ છે. છેલ્લા
૨૪ કલાકમાં વધુ ૨૮ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૬,૪૮૫ દર્દી કોરોનાને
હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૫% છે.

રાજ્યમાં હાલ
૨૦૯ એક્ટિવ કેસ છે અને ચાર દર્દી વેન્ટિલેટર પર છે. હાલમાં વડોદરામાં સૌથી વધુ ૬૨,
અમદાવાદમાં ૩૫, વલસાડમાં ૩૩ અને સુરતમાં ૧૯ સાથે સૌથી વધુ એક્ટિવ કેસ છે. આમ, રાજ્યના
૭૦% એક્ટિવ કેસ માત્ર ચાર જિલ્લામાંથી જ છે. રાજ્યમાં કુલ વેક્સિનેશનનો આંક હવે ૭.૨૪
કરોડ થયો છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here