[ad_1]
વડોદરા, તા. 09 નવેમ્બર 2021 મંગળવાર
– વડોદરા આસપાસના 300થી વધુ ઉદ્યોગોના પ્રદુષિત પાણીને વહન કરતી ચેનલ ઠેર ઠેર લીકેજ હોવાથી પ્રદુષિત પાણી ખેતરોમાં ફરી વળે છે
વડોદરા અને તેની આસપાસના વિસ્તારોના 300થી વધુ ઉદ્યોગોનું પ્રદુષિત પાણીને શુધ્ધ કર્યા વગર જ મહિસાગર નદીમાં ઠાલવતી એજન્સી વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે વધુ એક વખત ક્લોઝર નોટિસ આપીને સંતોષ માની લીધો છે. ક્લોઝર નોટિસની સાથે રૂ.75 લાખ રૂપિયાની વસુલાત પણ કરવામાં આવી છે.
વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડ કંપની દ્વારા રોજનું આશરે 5 કરોડ લીટરથી વધુ પ્રદુષિત પાણી એક ચેનલ મારફતે મહિસાગર નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. આ ચેનલ (કેનાલ) ઠેર ઠેર તુટેલી હોવાથી પાણી લીકેજ થઇ રહ્યું છે. ચેનલ જે ગામડાઓમાંથી પસાર થયા છે. તે ગામડાઓમાં આ પ્રદુષિત પાણી ખેતરોમાં જતુ હોવાથી દર વર્ષે ખેડુતોને પાક નિષ્ફળ જાય છે અને લાખો રૂપિયાનુ નુકસાન થાય છે. આ ઉપરાંત પાણી ભુગર્ભમાં પણ ઉતરતુ હોવાથી ભુગર્ભ જળ પણ પ્રદુષિત થયા છે. ચેનલ ઠેર ઠેર લીકેજ હોવાથી આ ચોમાસા દરમિયાન પણ ગામડાઓમાં, ખેતરોમાં અને જળાશયોમાં ઉદ્યોગોના ઝેરી કેમિકલયૂકત પ્રદુષિત પાણી ફરી વળ્યા હતા.
આ મામલે જીપીસીબીએ કરેલી તપાસમાં જાણવા મળ્યુ હતુ કે ચોમાસા દરમિયાન ચેનલમાંથી ઠેર ઠેર પ્રદુષિત પાણી આસપાસના વિસ્તારોમાં ફેલાયુ હતુ એટલે જીપીસીબીએ વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડને ક્લોઝર નોટિસ ફટકારી છે. ઉપરાંત પર્યાવરણીય નુકસાન નાવળતર પેટે રૂ.40 લાખ ઉપરાંત 10 લાખની બેંક ગેરંટી તથા રૂ.25 લાખની નવી બેંક ગેરંટી મળી રૂ.75 લાખની વસુલાત કરવામાં આવી છે.
[ad_2]
Source link