કાપડ બજારમાં માંડ 5-7 ટકા વેપારીઓએ લાભ પાંચમના મુરતથી કામકાજ શરૂ કર્યું

0
352

[ad_1]

સુરત, તા. 9 નવેમ્બર 2021, મંગળવાર

લાભપાંચમે મુરત કરીને કામકાજ કરવાની પરંપરા વેપારીઓ જાળવતાં આવ્યાં છે. જોકે, આ વખતે માંડ ૫-૭ ટકા વેપારીઓએ મુહૂર્ત કરવા માટે માર્કેટમાં દુકાનો ખોલી હતી. રિંગરોડની બંને બાજુ આવેલી માર્કેટોમાં ચહલપહલ ખૂબ જ પાંખી હતી.

કાપડ બજારના વેપારીઓ પણ મોટી સંખ્યામાં ફરવા અને વતન નીકળી ગયા છે. લાભ પાંચમનુ મુરત કર્મચારીઓની હાજરીમાં આજે સવારે કરવામાં આવ્યું હતું. જોકે, મોટી મોટી માર્કેટોમાં ખૂબ જ ઓછી સંખ્યામાં દુકાનો આજે ખોલવામાં આવી હતી.

રિંગરોડની એક નાની માર્કેટના મેનેજરે જણાવ્યું કે, દર વખતની જેમ લાભ પાંચમના મુરત જેટલી દુકાનો ખુલે છે, તેટલી આ વખતે ખુલી નથી. બહુ ઓછા વેપારીઓએ સ્ટાફને સાથે રાખીને દુકાનમાં મૂરતની પૂજા કરી હતી. રીંગરોડ ઉપર હાજરી ખૂબ જ ઓછી હતી.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here