[ad_1]
વડોદરા, તા. 09 નવેમ્બર 2021 મંગળવાર
જાતજાતની લોભામણી સ્કીમ મુકી ઓનલાઇન છેતરપિંડી કરવાના ઉપરાછાપરી બનાવો બની રહ્યા છે અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઠગ ટોળકી અને પકડવામાં આવી રહી હોવા છતાં હજી પણ આ પ્રકારના બનાવો બની રહ્યા છે.
વડોદરાના સનફાર્મા રોડ વિસ્તારની કૈલાશ શિખર રેસીડેન્સી મહેતા ખાનગી કંપનીના એક્ઝીકયુટીવ મિરલ નાયકે પોલીસને કહ્યું છે કે. ગઈ તા 31 ઓગસ્ટે મારા મોબાઇલ પર મેસેજ આવ્યો હતો જેમાં રોજના 3 હજારથી 10 હજાર કમાવવાની ઓફર મૂકવામાં આવી હતી.
વોટ્સએપ માં લીંક ઓપન કરતા મોબાઈલ ફોન ઉપરથી ઇન્દિરા નામની મહિલા નો ફોન આવ્યો હતો અને ફ્લિપકાર્ટ મોલ મલ્ટીનેશનલ કંપનીમાંથી બોલતી હોવાનું તેણે કહ્યું હતું. મહિલાએ મારો પરિચય લીધો હતો અને કંપની ના કામ તેમજ કમિશન વિશે વાત કરી હતી. મારી પાસે રજીસ્ટ્રેશન કરાવી યુઝર આઈડી અને પાસવર્ડ આપી ટાસ્ક મોકલવામાં આવ્યું હતું.
મિરલ નાયકે પોલીસને કહ્યું છે કે, ઓનલાઇન જુદા જુદા કામ પેટે ડિપોઝિટરી ટાસ્ક મોકલવામાં આવ્યા હતા. જેનો મતલબ પહેલા કમ્પોઝિટ કરાવવાની હતી. જેથી મેં રૂ.2.96 લાખ ઇન્વેસ્ટ કર્યા હતા. જેમાંથી મારા એકાઉન્ટમાં રૂ.4700 જમા થયા હતા. ત્યારબાદ કંપનીના સંચાલકોએ મને બ્લોક કરી દીધો હતો. આમ, કંપનીએ મારી પાસે રૂ.2.91 લાખ પડાવી લઇ છેતરપિંડી કરી હતી. સાયબર સેલે જે જે બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા થયા હતા તેની વિગતો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
[ad_2]
Source link