[ad_1]
ભુજ, પોરબંદર, ખંભાળિયા, સોમવાર
બંને દેશોની દરિયાઈ સીમા વિસ્તારમાં જખૌના દરિયામાં પાકિસ્તાની મરીન સિકયોરિટીએ ફાયરિંગ કરતાં ઓખાના માછીમારનું મોત થતાં સરહદી કચ્છમાં રોષની લાગણી ફેલાઈ છે.
ઓખા બંદરાથી નીકળેલી સાત ખલાસીઓ સાથેની માછીમારી બોટ પર ગત તારીખ ૬ ના રોજ પાકિસ્તાનના મરીન વિભાગ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારીમાં બોટ પર રહેલા મહારાષ્ટ્રીયન માછીમારનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે વહાણના ટંડેલ ઇજાગ્રસ્ત થયા હતા. ગોળીબારાથી બચી જઈ બોટ સાથે ઘવાયેલા ખલાસી સહિત છ ખલાસીઓએ ઓખા બંદરે પરત આવી પોલીસ તાથા સુરક્ષા એજન્સીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ગોળીબારની ઘટના અંગે નવાબંદર પોલીસમાં વિિધવત ગુનો નોંધાયો છે.
અતિ ચકચારી આ પ્રકરણની વિગત મુજબ ઓખાના આર.કે. બંદરની શિરાજી જેટી ખાતેાથી ગત તા. ૨૫મીના રોજ રાત્રે આઠ વાગ્યે ‘જલપરી’ નામની એક બોટ મારફતે સાત ખલાસીઓ માછીમારી કરવા માટે નીકળ્યા હતા. જેની વિિધવત્ નોંધ પણ કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ગામના રહીશ એવા જેન્તીભાઈ નાનજીભાઈ રાઠોડની માલિકીની ‘જલપરી’ માછીમારી બોટમાં તમામ સાત ખલાસીઓ અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાં બોર્ડરાથી આશરે વીસ નોટીકલ માઇલ દુર દેશની જળસીમામાં જ માછીમારી કરી રહ્યા હતા, ત્યારે તા.૬ ના રોજ બપોરે ત્રણાથી ચાર વાગ્યા દરમ્યાન પાકિસ્તાન મરીન વિભાગની બે બોટો આ સૃથળે આવી અને તેમાં રહેલા શખ્સો દ્વારા ‘જલપરી’ બોટના માછીમારો ઉપર આડેાધડ ગોળીબાર શરૃ કરી દેવામાં આવ્યો હતો.
પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આડેાધડ ફાયરિંગમાં આ બોટમાં રહેલા માછીમાર એવા મહારાષ્ટ્ર રાજ્યના થાણે વિસ્તારના રહીશ એવા શ્રીધર રમેશભાઈ ચામડે નામના ૩૨ વર્ષના યુવાનને બગલમાં પાછળના ભાગે ગોળી લાગવાના કારણે બોટમાં જ તેમનું કરૃણ મૃત્યુ નિપજયુ હતું. જ્યારે વહાણના ટંડેલ એવા દીવ જિલ્લાના વણાકબારા ખાતે રહેતા દિલીપભાઈ નટુભાઈ સોલંકી (ઉ.વ. ૩૪) ને લમણામાં ગોળી લાગતા તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. પાકિસ્તાન દ્વારા અંધાધૂંધ ગોળીબારાથી બચી અને જલપરી બોટ સાથે અન્ય છ ખલાસીઓ ગઈકાલે રવિવારે બપોરે ઓખા જેટી પર પરત પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર રહેલા પોલીસ તાથા સુરક્ષા એજન્સીને આ તમામ ઘટના અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
ઓખા મરીન પોલીસ તાથા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા વહાણના ટંડેલ તાથા માછીમારોની પૂછપરછ કરી અને પંચનામું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રીધર રમેશ કોળીના મૃતદેહને ફોરેન્સિક પી.એમ. માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે પોરબંદરના નવીબંદર પોલીસને રીપોર્ટ કરી, ફરિયાદ સહિતની જરૃરી કાર્યવાહી કરવામાં આવી હતી.
પાક. મરીન સીક્યુરીટીની બે સ્ટીમરમાં આવેલા ૧૦ શખ્સો સામે વળાંકબારાનાં માછીમાર દિલીપ નટુભાઈ સોલંકીએ પોરબંદરના નવીબંદર પોલીસ માથકમાં હત્યાનો ગુન્હો દાખલ કરાવ્યો છે.
જખૌ નજીક બોટમાં આગ લાગતા કોસ્ટગાર્ડે ૭ માછીમારોને બચાવ્યા
ભારતીય જળસીમા વિસ્તારમાં એક બોટમાં એકાએક આગ લાગતાં ભારતીય કોસ્ટગાર્ડની ‘આરૃષદ શીપ તાત્કાલિક મદદે પહોંચી હતી અને બોટમાં ફસાયેલા ૭ માછીમારોને બચાવી લીધા હતા. પોરબંદરની કળશરાજ બોટમાં મધદરિયે આગ ભભૂકી ઉઠી હતી. આ સમયે જળસીમામાં તૈનાત કોસ્ટગાર્ડનું આરૃષ જહાજ તાત્કાલિક મદદે પહોંચ્યું હતું અને બોટમાં સવાર સાતેય માછીમારોને સલામત રીતે બચાવીને ઓખા બંદરે લઈ જવામાં આવ્યા હતા.
[ad_2]
Source link