[ad_1]
જામનગર, તા. 31 ઓક્ટોબર 2021 રવિવાર
જામનગર શહેર માં આજે 31મી ઓક્ટોબરને સરદાર વલ્લભભાઈ પટેલ જયંતીને અનુલક્ષીને રણજીતનગર પટેલ સમાજ પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જુદા જુદા રાજકીય પક્ષો દ્વારા ફુલહાર કરવામાં આવ્યા હતા.
જામનગર શહેર ભાજપ પરિવાર દ્વારા સરદાર પટેલને યાદ કરી ને તેમની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. જેમાં પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, તેમજ મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલ કગથરા, ચેરમેન મનીષભાઈ કટારીયા, તથા અન્ય કોર્પોરેટરો, શહેર ભાજપ સંગઠનના આગેવાનો વગેરેએ ફુલહાર કરી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ ની ઉજવણી કરી હતી.
આ ઉપરાંત જામનગર શહેર કોંગ્રેસ દ્વારા પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. જામનગર મહાનગર પાલિકાના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, ધવલ નંદા, નૂરમામદ પલેજા તેમજ અન્ય કોંગી કાર્યકરોએ પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા હતા.
[ad_2]
Source link