દિવાળી પૂર્વે શહેરના બજારોમાં ઉમટયું માનવ મહેરામણ

0
296

[ad_1]

મહેસાણા,તા.30

મહેસાણા શહેર અને જિલ્લાના તાલુકા મથકોએ દિવાળી પૂર્વે બજારોમાં ખરીદી કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડયું છે. જેમાં કોરોનાની ગાઈડ લાઈનનો સરિયામ ભંગ થતો હોવાની પ્રતિતી થઈ રહી છે.તહેવારોની ઉજવણી માટે મળેલ છુટછાટને પગલે જાણે લોકોમાં કોરોનાનો ડર નીકળી ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે.

કોરોનાની પ્રથમ અને બીજી લહેરના સમયગાળામાં મહેસાણા શહેર અને જિલ્લા પંથકમાં હાહાકાર મચાવ્યો હતો.સૌથી વધુ અસર જિલ્લા મથક મહેસાણા શહેરમાં રહેવા પામી હતી.કોરોના સંક્રમીત દરદીઓ પૈકી બિનસત્તાવાર આંકડા મુજબ જિલ્લામાં ૧૨૦૦થી વધુ લોકોએ પોતાના જાન ગુમાવ્યા હતા.જો કે,નવરાત્રી અને દિવાળીના તહેવારોની ઉજવણી માટે રાજય સરકાર દ્વારા કેટલીક છુટછાટો આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે, હાલ દિવાળી પહેલા મહેસાણાવાસીઓમાં કોરોનાનો ખૌફ રહ્યો ના હોય તેવું જણાય છે. માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સીંગનો છેદ ઉડાડીને અત્યારે ખરીદી માટે શહેરના તોરણવાળી માતાના ચોક, આઝાદ ચોક, રાજમહેલ રોડ, રાધનપુર રોડ, મોઢેરા રોડ, બીકે રોડ, પ્રશાંત રોડ, પાંચ લીમડી જેવા વિસ્તારોમાં આવેલા બજારોમાં દિવાળીની ખરીદી કરવા લોકોની ભીડ ઉમટેલી જોવા મળે છે.જેમાં કોરોના ગાઈડ લાઈનનો સરિયામ ભંગ થતો હોવાનું સ્પષ્ટ જણાય છે.આ ઉપરાંત જિલ્લામાં આવેલા ૧૦ તાલુકા મથકોના શહેરોમાં પણ તહેવારો નિમિત્તે મીઠાઈ, કપડા કે અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરવા નગરજનો અને ગ્રામીણો ઉમટી પડયા છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here