હિંમતનગર શહેરના જુના બજારના કોમ્પલેક્ષને પાલિકા તંત્ર દ્વારા સીલ કર્યું

0
425

[ad_1]

હિંમતનગર તા. 30

હિંમતનગર શહેરના હાર્દ સમા જુના બજાર વિસ્તારમાં આવેલા કોમ્પલેક્ષને
રીનોવેટ કરવા બાબતે બે માલીકો દ્વારા નગરપાલિકા તંત્ર સમક્ષ અગાઉ મંજુરી લીધા બાદ બે
માળનું કોમ્પલેક્ષ તૈયાર કરાવી દીધુ હતુ પરતુ નિયમ મુજબ વાહન પાર્કીગની વ્યવસ્થા ન
હોવાને કારણે પાલિકા સત્તાધિશો દ્વારા નિયમોના ભંગ બદલ શનિવારે કોમ્પલેક્ષને સીલ કરી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 હિંમતનગરના જુના બજાર
વિસ્તારમાં આવેલા કોમ્પલેક્ષના સુરેશ ભોગીલાલ સોની અને જગદીશ સોની નામના માલીકોએ થોડાક
માસ અગાઉ જુની ઈમારતનુ રીનોવેશન કરવાના આશયથી નગર પાલિકા તંત્ર પાસે કેટલીક મંજુરી
મેળવી હતી. દરમિયાન ચાલુ બાંધકામ વખતે કોમ્પલેક્ષના માલીકોએ બાંધકામમાં વપરાતી રેતી
અને ઈંટો રોડની સાઈડમાં મુકાઈ દીધી હતી જેને લઈને રોજ બરોજ અહિથી પસાર થતા રાહદારીઓ
તથા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.

બીજી તરફ કોમ્પલેક્ષના માલીકોએ નિયમ વિરૂધ્ધ કોમ્પલેક્ષનુ બાંધકામ
કર્યુ હતુ. જેમાં જીડીસીઆરના નિયમ મુજબ વાહનોના પાર્કીગ માટે કોઈ જગ્યા છોડવામાં આવી
ન હતી. જેને પગલે નિયમોના  ભંગ થયો હોવાની માહિતી
ન.પા. તંત્રને મળતા શનિવારે દબાણ સેલ વિભાગ દ્વારા આ કોમ્પલેક્ષને સીલ કરી કાયદેસરની
કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વધુમાં જયારે પણ કોમ્પલેક્ષના માલીકોએ દબાણ ખુલ્લુ
કરવા માગશે ત્યારે પાર્કીગની જગ્યાના ચો.મી. મુજબ દંડ ભરવાનો રહેશે અને તે મુજબનો નકશો
તૈયાર કરી ન.પા. તંત્રને સુપ્રત કરવાનો રહેશે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here