તહેવારો આવતા તંત્ર સફાળુ જાગ્યું અમદાવાદમાં એક સપ્તાહમાં ૧૨૪ ફૂડ સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યાં

0
323

[ad_1]


અમદાવાદ,શનિવાર,30 ઓકટોબર,2021

દિવાળીના તહેવાર નજીક આવતા અમદાવાદ મ્યુનિ.નું ફૂડ વિભાગ
સફાળુ જાગ્યુ છે.છેલ્લા એક સપ્તાહમાં વિવિધ બનાવટોના કુલ ૧૨૪ જેટલા ફૂડ સેમ્પલ
તપાસ માટે લેવામાં આવ્યા છે.સરખેજ વિસ્તારમાંથી લેવામાં આવેલુ ફ્રાયમ્સનું સેમ્પલ
સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ વિભાગ હસ્તકના ફૂડ વિભાગ તરફથી એક
અઠવાડીયામાં મીઠાઈ
,દુધ અને
દુધની બનાવટના ૫૬
, ફરસાણ
અને નમકીનના સાત
, બેકરી
પ્રોડકટના આઠ
,ખાદ્યતેલના
આઠ તથા બેસનના બે અને વિવિધ પ્રકારના મસાલાના નવ સેમ્પલ લીધા છે. અન્ય ૬૪ ચીજોના
સેમ્પલ લેવામાં આવ્યા છે
.૧૧
ઈન્ફોર્મલ નમુના લઈ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.હલવા ઉપરાંત બરફી અને મિલ્ક
પાવડર સહિતની ચીજોના ૨૦૧૮ કીલોગ્રામ જથ્થાને સ્થગિત કરવામાં આવ્યો છે.કુલ ૨
,૩૩,૭૦૦નો વહીવટી
ચાર્જ ફૂડ સેફટી એકટ-૨૦૦૬ના નિયમોનું પાલન ના કરવા બદલ વસુલવામાં આવ્યો છે.સરખેજના
યોગેશ્વર ટ્રેડર્સમાંથી લેવામાં આવેલુ ફ્રાયમ્સનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર થવા
પામ્યુ છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here