અંતરીયાળ માર્ગોને દિવાળી પહેલા રિપેરિંગ કરવા વિપક્ષે સામાન્ય સભામાં મુદ્દો ઉઠાવ્યો

0
133

[ad_1]

ભરૂચ: આજે પાલિકાના સભાખંડમાં સામાન્ય સભા મળી હતી. જેમાં વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે કેટલાક મુદ્દાઓ ઉપર ઉગ્ર ચર્ચા થઈ હતી. વિપક્ષે દિવાળી પહેલા અંતરિયાળ માર્ગોના સમારકામની માગ કરી હતી. ચર્ચા બાદ 32 મુદ્દાઓને સર્વાનુમતે બહાલી અપાઈ છે.

ભરૂચ નગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં કુલ 32 એજન્ડાઓ પર ચર્ચા કરાઈ હતી. જેમાં કેટલાક મુદ્દાઓ જેવા કે રોડ, રસ્તાનું પેચવર્ક, ફાટાતળાવથી ફૂરજા વચ્ચેનો રોડ, લીગેસી વેસ્ટ સેગ્રીગેશન પ્લાન્ટ, જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિ જેવા મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચા થઈ હતી. વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદ તેમજ અન્ય કોંગ્રેસના સભ્યો અને AIMIMના સભ્ય ફહીમ શેખ, સાદેકાબીબી શેખે રોડ રસ્તાની કામગીરી મંદ ગતિ એ ચાલતી હોવાની રજુઆત કરી હતી. સમશાદ અલી સૈયદે દોઢ વર્ષથી વર્ક ઓર્ડર થયો હોવા છતાં ફાટાતળાવથી ફુરજા સુધીનો રોડ બનાવવાનું કેમ શરૂ નથી કરાયુ અને એજ રીતે એક વર્ષ પહેલા લીગેસી વેસ્ટ સેગ્રીગેશન પ્લાન્ટની મંજૂરી મળી ગઈ હોવા છતાં એજન્સીને વર્ક ઓર્ડર કેમ લેટ આપવામાં આવ્યો તેવા વેધક સવાલ પુછી શાસક પક્ષને મુંઝવણમાં નાંખ્યા હતાં. તેમજ આઉટસોર્સિંગના કર્મચારીઓનો બાકી પડતો પગાર દિવાળી પહેલા ચુકવી દેવા અનુરોધ કર્યો હતો. નગરસેવિકા ફેઝિયા શેખે કર્મચારીઓના ઉદ્ધત વર્તનની ફરિયાદ કરી હતી. તેમજ દોઢ વર્ષથી એક ફરિયાદનો નિકાલ થતો ન હોવાનું જણાવ્યુ હતું. સભાના અધ્યક્ષ  અને પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ વિપક્ષના તમામ સવાલના જવાબ આપી કર્મચારીના ઉદ્વત વર્તન અંગે ગંભીરતા પૂર્વક તમામ કર્મચારીઓને સુચના આપી દરેક સભ્યનું માન જળવાઈ રહે તે પ્રમાણે વર્તવા તાકીદ કરી હતી. તેમજ જે અધુરા કામ છે તેને આગળ ધપાવવવાની કટિબદ્વતા બતાવી હતી. થોડા મુદ્દાઓ પર ચર્ચા બાદ 32 એજન્ડાઓને સર્વાનુમતે મંજૂરી અપાઈ હતી.

જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિમાં વિપક્ષના સભ્યને સમાવવા માગ

ભરૂચ: વૃક્ષ, પશુ, પક્ષી અને કુદરતી સ્ત્રોતને બચાવવા અને તેમની જાળવણી કરવા નગરપાલિકાને સરકાર ગ્રાન્ટ આપશે. આ ગ્રાન્ટમાં કયા કામોનો સમાવેશ કરવો અને કઈ રીતે ગ્રાન્ટનો ઉપયોગ કરવો તે અંગે જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિ બનશે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે આ સમિતિમાં અધ્યક્ષ ઉપરાંત બે સ્ત્રી સભ્ય, 1 અનુસુચિત જાતિ-જનજાતિના સભ્ય, 1 સામાન્ય સભ્ય અને ચીફ ઓફિસરનો સમાવેશ થશે. આ સમિતિમાં વિપક્ષના એક સભ્યનો સમાવેશ કરવામાં આવે તેવી માગ વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદે કરી હતી. સમિતિ બનાવતી વિપક્ષના સભ્ય સમાવવા બાબતે ધ્યાન આપવાની પ્રમુખે ખાતરી આપી હતી.

વિવાદાસ્પદ એજન્સીને પાલિકાએ  લીગેસી વેસ્ટ સેગ્રીગેશનનો કોન્ટ્રાક્ટ આપ્યો

ભરૂચ: પાલિકા દ્વારા લીગેસી વેસ્ટ સેગ્રીગેશન પ્લાન્ટનો કોન્ટ્રાક્ટ સુરતની મેસર્સ ડી.એચ. પટેલ  એજન્સીને આપ્યો છે. આ અંગે વિરોધ પક્ષના સભ્ય અને દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ પાલિકાના સત્તાધીશોને ચેતવ્યા હતા. તેમણે એક ન્યુઝ પેપરનું કટિંગ બતાવી આ એજન્સી સામે વડોદરામાં ભ્રષ્ટાચારના આરોપ થયા હોવાનું જણાવ્યુ હતું. અન્ય જગ્યાએ પણ આ એજન્સીએ ભ્રષ્ટાચાર કર્યો હતો. આ એજન્સી ભરૂચ નગરપાલિકા સાથે પણ છેતરપીંડી કે ભ્રષ્ટાચાર ન કરે તે બાબતે સચેત રહે કોઠીવાલાએ તાકીદ કરી હતી. જે અંગે ચીફ ઓફિસરે જણાવ્યુ હતું કે, આ બાબતની તેઓને જાણ છે. તેમની સામે જે એજન્સી તપાસ કરી રહી છે તેની પાસેથી અહેવાલ મેળવીને આગળની કામગીરી શરૂ કરાશે.

AIMIMના સભ્યએ પાછલી સભામાં અપશબ્દ બોલ્યાનો ઈન્કાર કર્યો, સમિતિ તપાસ કરશે

ભરૂચ: સામાન્ય સભામાં રજૂ થયેલા 32 મુદ્દાઓ પૈકી એક મુદ્દો AIMIMના સભ્ય ફહીમ શેખના અસભ્ય વર્તનનો હતો. તેઓ ગત સામાન્ય સભામાં પ્રમુખની ખુરશી સુધી ધસી ગયા હતાં. તેમજ અપશબ્દનો પ્રયોગ કર્યો હતો. જે અંગે ફહીમ શેખે બચાવ કરતાં જણાવ્યુ હતું કે, હું પ્રજાનો અવાજ ઉઠાવુ છું. હું પાલિકા પ્રમુખની ખુરશી સુધી ગયો એ વાત બરાબર છે પણ મેં અપશબ્દનો ઉપયોગ કર્યો નથી. કોઈ નગરસેવક, અધિકારી કે કર્મચારીનું અપમાન કર્યુ નથી. હું દુર બેઠો હતો મારી વાત પ્રમુખ સુધી પહોંચતી નહોતી એટલે મારે તેમની ખુરશી સુધી જવું પડ્યુ. બીજીવાર હું આ બાબતની કાળજી રાખીશ. તેના જવાબમાં પાલિકા પ્રમુખે ગત સામાન્ય સભાની સીડી બતાવી એમાં અપશબ્દ સંભળાતા હોવાનું જણાવી તેની તપાસ કરવા પાંચ સભ્યોની સમિતિ બનાવવા જણાવ્યુ હતું.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here