[ad_1]
– જામ્યુકોની આરોગ્ય શાખાની મદદ થઈ 239 કેદીઓને વેક્સિનેશનનો બીજો ડોઝ પણ અપાઈ ગયો
જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર
જામનગરની જિલ્લા જેલમાં રહેલા કેદીઓ માટે વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે હાલ જેલની અંદર 608 કેદીઓને રાખવામાં આવ્યા છે, જે પૈકી કુલ 602 કેદીને વેક્સિનેશનનો પ્રથમ ડોઝ અપાઇ ચૂકયો છે. આ ઉપરાંત 239 કેદીઓને વેકસીનનો બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે.
જામનગરની જિલ્લા જેલમાં જેલ સુપ્રિટેન્ડન્ટ પી.એચ.જાડેજા દ્વારા કેદીઓ માટેની વેક્સિનની કાર્યવાહીને પણ ખૂબ જ વેગવંતી બનાવવામાં આવી છે, અને કોઈપણ કેદી વેક્સિન મેળવ્યા વિના ના રહે તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની મદદ લઇ જિલ્લા જેલમાં બે દિવસ પહેલાં વેક્સિનેશનના બીજા ડોઝની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને કુલ 239 કેદીઓને વેક્સિનેશનનો બીજો ડોઝ પણ અપાઇ ચૂકયો છે.
હાલમાં ઘણા સમયથી જેની અંદર કોઈપણ કેદી કોરોના ગ્રસ્ત બન્યા નથી, અને સંપૂર્ણ જિલ્લા જેલ કોરોના મુક્ત છે. સાથોસાથ વેક્સિનેશનની પ્રક્રિયા પણ અવિરત ચાલુ રાખવામાં આવી છે, જેના માટે જેલ સુપ્રિટેન્ડન્ટ પી.એચ. જાડેજા અને તેમની ટીમ સક્રિય રહી છે.
[ad_2]
Source link