[ad_1]
જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતા એક યુવાને પોતાની માનસિક બીમારીથી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતા કરસનભાઈ ડાડુભાઈ આંબલીયા નામના 28 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ગામના વડલાના ઝાડની ડાળીમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ એભાભાઈ ડાડુભાઇ આંબલીયા એ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક છેલ્લા ચારેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા, અને તેની જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માં બીમારી ની દવા પણ ચાલતી હતી. જે બીમારીથી તંગ આવી જઇ આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.
[ad_2]
Source link