[ad_1]
મહેસાણા,તા.29
મહેસાણાના બાયપાસથી કરસનપુરા રોડ ઉપર બાર દિવસ અગાઉ ચાર
ફેક્ટરી અને એક ફાર્મ હાઉસમાં એકી સાથે
ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર ચડ્ડી બનિયાનધારી દાહોદ ગેંગના બે આરોપીઓને
પોલીસે ઝડપી લઈ ગુના પરથી પડદો ઉંચક્યો હતો. આ ગેંગના ચાર આરોપીઓ હજુ વોન્ટેડ
રહ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ,
મોબાઈલ અને ચોરી કરેલ બંદૂક કબજે કરી છે.
મહેસાણા શહેરના બાયપાસથી કરસનપુરા રોડ પર બાર દિવસ પહેલાં
ચાર ફેકટરી અને એક ફાર્મ હાઉસમાં ચડ્ડી બનીયાનધારી ટોળકીએ આંતક મચાવ્યો હતો.જેમાં
રોકડ, ૬ મોબાઈલ
અને શસ્ત્રપુજન માટે મુકવામાં આવેલી બંદૂક મળી કુલ રૃ.પાંચ લાખના મુદ્દામાલની ચોરી
કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો હતો. જેનો ભેદ ઉકેલવા
મહેસાણાના પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહે એલસીબી અને પેરોલ ફર્લો સહિત પોલીસની ચાર
ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પીઆઈ એ.એમ.વાળાની સુચના મુજબ તાલુકા પંથકમાં
ેપોલીસ પેટ્રોલીંગ વખતે બાતમી મળી હતી કે,મહેસાણાથી
વિજાપુર રોડ પર આવેલ શોભાસણ પુલના છેડે બે શખસો શંકાસ્પદ હાલતમાં ઉભા છે. જેથી
પોલીસની ટીમે અહીંથી અલ્પેશ ઉર્ફે અપી મગનભાઈ ડામોર અને ભાવસિંગ ઉર્ફે માવસિંગ
ઉર્ફે ટકલો મેસુભાઈ ડામોરને ઝડપી લીધા હતા.તેમની પાસેથી રૃ.૪૦ હજારની રોકડ અને ચોરીના બે મોબાઈલ સહિત રૃ.૪૬
હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.ત્યારબાદ ઝડપાયેલા આરોપીઓની પુછપરછ કરતાં
તેમણેબાર દિવસ પહેલા મહેસાણા શહેરના બાયપાસ રોડ પર વહાણવટી ફાર્મ હાઉસ અને
ફેકટરીઓમાં ચોરી કરી હોવાની ચોંકાવનારી
કબુલાત કરી હતી.
આરોપીની મોડસ ઓપરેન્ડી શું હતી
દાહોદ ગેંગના આરોપીઓ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કડીયાકામની
મજુરી માટે આવતા હતા.આસપાસના વિસ્તારોમાં રેકી કરીને રાત્રીના સુમારે ચડ્ડી
બનીયાનધારીનો વેષ ધારણ કરીને હાથમાં ધોકા જેવા હથિયારો સાથે છેવાડામાં આવેલ
ફેકટરીઓ અને ફાર્મ હાઉસમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપતા હતા.
ફાર્મ હાઉસમાંથી ચોરેલી બંદૂક ખારી નદીમાં નાંખી હતી
મહેસાણા નજીક આવેલા કોંગી અગ્રણી એ.જે.પટેલના વહાણવટી
ફાર્મમાંથી આરોપીઓએ ચોરેલી બંદૂકને તેમણે ખારી નદીના ગંદા પાણીમાં ફેંકી દીધી
હોવાનું પોલીસને જણાવ્યું હતું. જેથી પોલીસે તેમના દર્શાવેલા સ્થળેથી આ બંદૂકને
કબજે કરી હતી.
કયા ગુનોઓના ભેદ ઉકેલાયા
ઉમા ફર્ટી કેમ ઈન્ડસ્ટ્રીજમાં રૃ.૧.૭૫ લાખની થયેલી ચોરી
સુરજ સ્ટીલ રોલીંગ મીલમાં થયેલી ચોરી
અનમોલ ફર્ટી કેમ ઈન્ડસ્ટ્રીજની ચોરી
લ્યુમેન ફાર્મા કેમ ફેકટરીમાં થયેલ રૃ.૯૨ હજારની ચોરી
વડાણવટી ફાર્મ હાઉસમાં સીંગલ બેરલ બંદૂક અને મોબાઈલની ચોરી
દાહોદ ગેંગના ઝડપાયેલા આરોપી
અલ્પેશ ઉર્ફે અપી મગનભાઈ ડામોર
ભાવસિંગ ઉર્ફે માવસિંગ ઉર્ફે ટકલો મેસુભાઈ ડામોર
બન્ને રહે.વજેલાવ,ભૂતવડ
ફળીયું ,તા.ગરબાડા
વોન્ટેડ આરોપીના નામ
કેશાભાઈ મગનભાઈ ડામોર
કલસિંગ મગનભાઈ ડામોર
કમાભાઈ મડીયાભાઈ ઉર્ફે મડુ સુરતાન ખરાડ
વિજય સોમાભાઈ બારીયા
ચારેય રહે.વજેલાવ,તા.ગરબાડા
તથા સરસોડા ગામનો એક શખસ
[ad_2]
Source link