[ad_1]
મોડાસા,તા.29
અરવલ્લી જિલ્લાની પસંદગીની ૧૯૩ શાળાઓમાં ૧૨ નવે.ના રોજ
નેશનલ એચીવમેન્ટ સર્વે હેઠળ ધો.૩,૫,૮ અને ૧૦ ના ૮
હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાનાર છે.આ પરીક્ષાને લઈ દિવાળી વેકેશન છતાં
પસંદગીની ૧૯૩ શાળાઓ ખોલવામાં આવનાર છે.અને આ શાળાઓમાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને
સમયસર હાજર રાખવા જિલ્લા શિક્ષણ એ તાલીમ ભવન દ્વારા તાકીદ કરાઈ છે.
વર્ષ ૨૦૧૭માં જિલ્લામાં નેશનલ એચીવમેન્ટ સર્વે હાથ ધરાયું
હતુું.૩ વર્ષ પછી હાથ ધરવામાં આવનાર આ સર્વે હેઠળની પ્રક્રિયાના ભાગરૃપ જિલ્લાની
૧૯૩ શાળાઓની ખાસ પસંદગી કરાઈ છે. ત્યારે દિવાળી વેકેશનના સમયે જ રજા દરમિયાન આ
શાળાઓ ૧૨મી નવેમ્બરના રોજ ખુલ્લી રખાશે.અને આ શાળાઓમાં અભ્યાસ કરતા ધો.૩,૫,૮ અને ૧૦ ના ૮ હજારથી વધુ બાળકો આ પરીક્ષામાં જોડાનાર હોવાનું જિલ્લાના
નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી સમીરભાઈ
પટેલે જણાવ્યું હતું.
૧૨ મી નવેમ્બરને શુક્રવારના રોજ યોજાનાર આ પરીક્ષાઓને લઈ
પસંદગી કરાયેલ ૧૯૩ શાળાઓના આચાર્યઓએ શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સમયસર હાજર રહે
તે માટે જરૃરી કાર્યવાહી હાથ ધરવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા તાકીદ કરાઈ
છે. સવારે ૭ થી ૧૨.૩૦ દરમિયાન આ શાળાઓ વેકેશન છતાં ખોલવામાં આવશે અને આ પરીક્ષા
કામગીરી ઉપર જરૃરી સુપર વીઝન માટે રચાયેલ સર્વે ટીમના ૧ નિરીક્ષક અને ફિલ્ડ
ઈન્વેસ્ટીગેટર હાજર રહેશે.
ધોરણ ૩ અને ૫ ના
વિદ્યાર્થી માટે ૭૦ મીનીટ અને ધોરણ ૮ અને ૧૦ ના વિદ્યાર્થીઓ માટે ૧૨૦ મીનીટની આ
પરીક્ષાનો સમય નિર્ધારીત કરાયો છે. ત્યારે આ પરીક્ષાના મૂલ્યાંકનના આધારે
જિલ્લામાં બાળકો માટે લર્નીંગ પ્રોગામ તૈયાર કરાશે એમ મનાઈ રહયું છે.
[ad_2]
Source link